જો તમે ટ્રેન ચૂકી જાઓ તો શું બીજી ટ્રેનમાં જૂની ટિકિટ ચાલશે? જાણી લો આ સવાલનો જવાબ
ટ્રેન ચૂકી જવા પર પહેલી ટિકિટ પર બીજી ટ્રેનમાં યાત્રા કરવા માટેના નિયમ અલગ છે
ટ્રેન અને ટિકિટની શ્રેણીના આધારે નક્કી થાય છે તેના પછીની ટ્રેનમાં યાત્રા
Image Twitter |
Indian Railway: લાંબી મુસાફરી માટે મોટાભાગે લોકો ટ્રેનની સફર પસંદ કરતાં હોય છે. ક્યારેક આપણે કોઈ પ્રવાસે જવાના હોઈએ અને કોઈ કારણસર ન ચાહતા પણ ટ્રેન ચૂકી જવાય છે. ઘણીવાર રસ્તામાં ટ્રાફિક હોવાના કારણે આપણે ટાઈમસર રેલવે સ્ટેશન પર પહોંચી શકતા નથી, તો ક્યારેક ટ્રેનમાં ભીડ વધારે હોવાના કારણે ચડી શકતા નથી. ટ્રેન છૂટી ગયા પછી દરેક વ્યક્તિના મગજમાં એક જ સવાલ આવે છે કે, શું ચૂકી ગયેલ ટ્રેનની ટિકિટ પર બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકાશે કે પછી નવી ટિકિટ લેવી પડશે?
તમે ટ્રેન ચૂકી ગયા પછી તે ટિકિટ પર ટ્રેનમાં યાત્રા કરી શકો કે નહી, તે એ વાત પર નિર્ભર કરે છે કે તમે કયા વર્ગની ટિકિટ લીધી છે. હકીકતમાં ભારતીય રેલવેની ટિકિટ માત્ર એ ટ્રેન અને યાત્રા માટે માન્ય રહેશે કે જે ક્લાસમાં તમે બુક કરાવી છે. તેનો મતલબ કે, કોઈ સ્પેશિયલ ટ્રેનની ટિકિટનો ઉપયોગ બીજી ટ્રેનમાં કરી શકો નહીં.
જો કે, 'તત્કાલ' ટિકિટ અને 'પ્રીમિયમ તત્કાલ ટિકિટ' બુક કરાવનાર મુસાફરોને કેટલીક શરતોને આધીન એજ દિવસે બીજી ટ્રેનમા મુસાફરી કરવા માટે મંજૂરી મળે છે. જો તમારી પાસે જનરલ ટિકિટ હોય અને જો તેમ પહેલી ટ્રેન ચૂકી ગયા પછી પેસેન્જર ટ્રેનમાં એજ ટિકિટથી મુસાફરી કરી શકો છો.
...તો દંડ ભરવો પડશે
જો તમે સામાન્ય રીતે ટિકિટ બુક કરાવી છે, એટલે કે 'તત્કાલ' અથવા 'પ્રીમિયમ તત્કાલ'ની ટિકિટ નથી લીધી અને બીજી ટ્રેનમાં ચઢો છો, તો તમને ટિકિટ વગરના મુસાફર માનવામાં આવશે. અને જો તમને ટીટીઈ પકડી લેશે, તો દંડ ભરવો પડી શકે છે. જો તમે મુસાફરી કરવા માંગો છો, તો તમારે બીજી રિઝર્વેશન ટિકિટ બુક કરાવવી પડશે.
ટ્રેન છૂટી જવાના કિસ્સામાં મળે છે રિફંડ
Erail.in પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, જે ટ્રેનમાં તમે મુસાફરી કરવાના છો, જો તે ટ્રેન ચૂકી જાવો છો તો આવી સ્થિતિમાં તમે ટિકિટના પૈસા પરત લઈ શકો છો. રિફંડ લેવા માટે ટિકિટ કેન્સલ ન કરાવવી જોઈએ, તેના માટે તમારે ટીડીઆર (TDR) ભરવાનું રહેશે.