રામમંદિરના દર્શને જવાનું વિચારતા હોવ તો આ વાંચો, દિલ્હીથી કેટલી ટ્રેન જાય છે ને ખર્ચ કેટલો?

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
રામમંદિરના દર્શને જવાનું વિચારતા હોવ તો આ વાંચો, દિલ્હીથી કેટલી ટ્રેન જાય છે ને ખર્ચ કેટલો? 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 12 ડિસેમ્બર 2023 મંગળવાર

નવુ વર્ષ આવવામાં હવે માત્ર થોડા જ દિવસ રહી ગયા છે, દરમિયાન લોકો ફરવાનો પ્લાન બનાવી રહ્યા છે. કોઈ હિલ સ્ટેશન જવાનું પસંદ કરે છે તો કોઈ એવા સ્થળ પર જ્યાં જઈને તેમને સુકૂન મળી શકે, પરંતુ ઘણા લોકો એવા હોય છે જેમને ધાર્મિક સ્થળો પર ફરવા જવુ વધુ સારુ લાગે છે. આવુ જ એક સ્થળ છે અયોધ્યા. અયોધ્યામાં ભગવાન રામનું વિશાળ મંદિર છે. 

દિલ્હીથી અયોધ્યાની ટ્રેન

છપરા ફેસ્ટિવલ સ્પેશિયલ (05116) જે અઠવાડિયાના સાતેય દિવસ ચાલે છે.

અયોધ્યા એક્સપ્રેસ (14206) જે અઠવાડિયાના સાતેય દિવસ ચાલે છે.

કેફિયાત સુપરફાસ્ટ એક્સપ્રેસ (12226) જે અઠવાડિયાના સાતેય દિવસ ચાલે છે.

ગોરખપુર હમસફર એક્સપ્રેસ (12572) આ અઠવાડિયામાં ત્રણ દિવસ રવિવાર, સોમવાર, ગુરુવાર બસ ચાલે છે.

ગોરખધામ એક્સપ્રેસ (12556) જે અઠવાડિયાના સાતેય દિવસ ચાલે છે.

વૈશાલી એક્સપ્રેસ (12554) જે અઠવાડિયાના સાતેય દિવસ ચાલે છે.

અસર કિર એક્સપ્રેસ (15708)  જે અઠવાડિયાના સાતેય દિવસ ચાલે છે.

નવી દિલ્હી એનજેપી એસએફ એક્સપ્રેસ (12524) જે અઠવાડિયામાં રવિવાર, બુધવારે ચાલે છે.

અયોધ્યા કેન્ટથી ચાલીને દિલ્હી જતી અયોધ્યા કેંટ-દિલ્હી એક્સપ્રેસનું તાજેતરમાં જ નામ બદલાયુ છે. આ ટ્રેન અયોધ્યા એક્સપ્રેસના નામથી ઓળખાશે. અયોધ્યા કેન્ટથી ચાલીને દિલ્હી જતી આ એક માત્ર ટ્રેન છે. 

ટ્રિપમાં કેટલો ખર્ચો આવશે

તમે ત્રણથી ચાર દિવસમાં આરામથી 4-5 હજારમાં દિલ્હીથી અયોધ્યા ફરીને આવી શકો છો. અયોધ્યા આવીને ભગવાન રામના દર્શનથી પહેલા ભક્ત હનુમાનજીના દર્શન કરે છે. સૌથી પ્રમુખ હનુમાન મંદિર હનુમાનગઢીના નામથી પ્રસિદ્ધ છે.


Google NewsGoogle News