Get The App

રેલવે અકસ્માતમાં ઈજા પહોંચે તો મળે છે લાખોનું વળતર, પરંતુ ટિકિટ ખરીદતા સમયે કરવું પડશે આ કામ

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
રેલવે અકસ્માતમાં ઈજા પહોંચે તો મળે છે લાખોનું વળતર, પરંતુ ટિકિટ ખરીદતા સમયે કરવું પડશે આ કામ 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 11 જાન્યુઆરી 2024 ગુરૂવાર

ભારતીય રેલવેનું નેટવર્ક એટલુ મોટુ છે કે તે દેશના એક ખૂણાથી બીજા ખૂણા સુધી તમને મુસાફરી કરાવી શકે છે. આ કારણ છે કે દરરોજ લાખો લોકો ટ્રેનથી પોતાની મુસાફરી કરે છે. રેલવે સ્ટેશનો પર યાત્રીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ પણ હોય છે.

ટ્રેનની ટિકિટ ખરીદતી વખતે જો તમે ઈન્શ્યોરન્સ વાળા વિકલ્પ પર ક્લિક કરો છો તો તમને યાત્રા દરમિયાન 10 લાખ સુધીનું કવર મળે છે.

સામાન ચોરી થવાથી લઈને ટ્રેન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થવા અને મોત પર પણ ઈન્શ્યોરન્સ મળે છે.

ટ્રેન દુર્ઘટનામાં જો તમારો હાથ કે કોઈ અન્ય અંગ કપાઈ જાય તો પણ તમને તેનું વળતર આપવામાં આવે છે.

ટ્રેન દુર્ઘટનામાં કોઈ મુસાફર જો સંપૂર્ણરીતે વિકલાંગ થઈ જાય છે તો તેને 10 લાખ રૂપિયા વીમા કંપની તરફથી આપવામાં આવે છે.

જો કોઈ દુર્ઘટનામાં આંશિક રીતે વિકલાંગ હોય છે તો તેને 7.5 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે છે.


Google NewsGoogle News