તમે પણ ખેડૂત હોવ તો જાણો કિસાન ક્રેડિટ કાર્ડ માટે કઈ રીતે કરશો આવેદન, સરકાર આપશે 5 લાખની લોન
Kisan Credit Card : કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને તેમના ખેતી કામ માટે તેમની જરૂરિયાત પ્રમાણે લોન આપવામાં આવે છે. આમાં ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન મળે છે, જેના કારણે તેમની નાણાકીય જરૂરિયાતો સરળતાથી પૂર્ણ થાય છે. તેમજ સમયસર લોન ચૂકવવા પર સરકાર વ્યાજ પર 3% ડિસ્કાઉન્ટ આપે છે, જેથી ખેડૂતોને આર્થિક રાહત મળે છે.
ડેબિટ કાર્ડ અને ફસલ વીમા યોજના
KCC સાથે જોડાયેલા RuPay કાર્ડ દ્વારા ખેડૂતો ATM માંથી પૈસા ઉપાડી શકે છે અને ડિજિટલ ચુકવણી પણ કરી શકે છે. આ ઉપરાંત, KCC ધારક ખેડૂતોના પાકને 'પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના' (PMFBY) હેઠળ આવરી લેવામાં આવે છે.
કેવી રીતે ઉપયોગ કરી શકે છે KCC ની રકમ
KCC રકમને ખેડૂતોને ખેતી કરવા માટે આપવામાં આવે છે. તેથી ખેડૂતો KCC ની મર્યાદામાં ખેતી માટે બીજ, ખાતર, જંતુનાશકો અને ડીએપી ખરીદવા માટે ઉપયોગ કરી શકે છે.
કેવી રીતે કરશો એપ્લાય
કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તમે તેના માટે ઓફલાઇન અને ઓનલાઈન અરજી કરી શકો છો. કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કોઈપણ બેંક, સ્મોલ ફાઇનાન્સ બેંક અને સહકારી બેંકમાં કરી શકાય છે.
આ પણ વાંચો: અયોધ્યામાં દલિત યુવતી સાથે હેવાનિયત: રાહુલ ગાંધીએ કરી ન્યાયની માંગ, સપા સાંસદ રડી પડ્યા
આ ડોક્યુમેન્ટ હોવા જરુરી
કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માટે તમારી પાસે ઓળખનો પુરાવો એટલે કે આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ID, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે હોવા જરુરી છે. તેમજ સરનામાનો પુરાવા માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, વીજળી બિલ, પાણી બિલ વગેરે હોવો જરુરી છે. આ ઉપરાંત, જમીનની માલિકી/ભાડૂઆતનો પુરાવો, ખેડૂતના નામે જમીનનો રેકોર્ડ (ખાતૌની, જમાબંધી, પટ્ટા વગેરે) હોવો જોઈએ. જો ખેડૂત ભાડૂઆત હોય તો ભાડૂઆતનો માન્ય દસ્તાવેજ હોવો જોઈએ. આ એક સુરક્ષિત લોન હોવાથી ખેડૂતોને લોનની રકમ જેટલી જ રકમની કોલેટરલની જરૂર પડે છે.