ટ્રેનમાં TTE ગેરવર્તન કરે તો, આ રીતે તમે અહીં નોંધાવી શકો છો ફરિયાદ
TTE Complaint : ટ્રેનમાં મુસાફરી દરમિયાન જો TTE તમારી સાથે ગેરવર્તન કરે તો, તમે તેની સામે ફરિયાદ કરી શકો છો. અને તેના માટે તમારે ક્યાય જવાની પણ જરુર નથી. રેલવે મદદ એપ દ્વારા પણ TTEના ગેરવર્તન સામે ફરિયાદ નોંધાવી શકો છો.
શું તમે GRP અથવા RPFને પણ ફરિયાદ કરી શકો છો?
TTE દ્વારા તમારી સાથે ગેરવર્તન કરવામાં આવે તો તમે સરકારી રેલ્વે પોલીસ એટલે કે જીઆરપી અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સ એટલે કે આરપીએફના જવાનો પાસે જઈને પણ ટીટીઈ સામે ફરિયાદ નોંધાવી શકો છો. દરેક ટ્રેનોમાં જીઆરપી અથવા આરપીએફના જવાનો હાજર જ હોય છે. આ જવાનો જો તમને ટ્રેનમાં ન મળે, તો તમે આગલા સ્ટેશન પર ઉતરીને ફરિયાદ નોંધાવી શકો છો.
રેલ મદદ પર પણ કરી શકો છો ફરિયાદ
આ સાથે જો તમે તમારી સીટ પરથી ઊઠીને ક્યાંક જઈ નથી શકતા તો, તમે તમારી સીટ પર બેસીને પણ ફરિયાદ નોંધાવી શકો છો. તેના માટે તમારે રેલ્વેની સુરક્ષા હેલ્પલાઇનના ટોલ ફ્રી નંબર 182 પર કોલ કરવો પડશે. અને જો તમે ઈચ્છો તો 'રેલ મદદ' ની અધિકૃત વેબસાઈટ અથવા એપ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકો છો.
રેલ મદદની લિંક https://railmadad.indianrailways.gov.in/madad/final/home.jsp
રેલવે ફરિયાદ પોર્ટલનો પણ ઉપયોગ કરી શકો છો
જો તમે ઈચ્છો તો તમે ભારતીય રેલ્વેના ઓનલાઈન કમ્પ્લેન પોર્ટલની અધિકૃત વેબસાઈટ http://www.coms.indianrailways.gov.in/ પર જઈને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો. તમારા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ જો સાચી લાગશે તો, સંબંધિત TTE સામે કાર્યવાહી કરવામાં આવશે.