'તેઓ તૈયાર હોય તો એમને પણ ધક્કો મારી દઈએ', મોક્ષ વાળી વાતને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રી પર ભડક્યાં શંકરાચાર્ય
Saints Comments on Mahakumbh Stampede: મહાકુંભમાં મૌની અમાસના સ્નાન દરમિયાન મચેલી ભાગદોડ અને તેના કારણે થયેલા મોતથી સંત સમાજને બે ભાગોમાં વહેંચી દીધો છે. આ ઘટના પર બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર શાસ્ત્રી અને શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વચ્ચે ઉગ્ર આક્ષેપબાજી થઈ હતી.
ભાગદોડમાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, 'તેઓ મોક્ષને પ્રાપ્ત થયા છે. તેમની દલીલ હતી કે, સંગમમાં સ્નાન દરમિયાન મૃત્યુ પામવું એ સૌભાગ્યની વાત છે. કારણ કે, આ એવી જગ્યા છે, જ્યા આત્માને મોક્ષ મળે છે. તેમણે કહ્યું કે, 'આ મહાપ્રયાગ છે, જ્યાં મૃત્યુ મોક્ષ સમાન હોય છે. ગંગાના કિનારે મૃત્યુ પામેલા લોકો ખરેખર મૃત્યુ પામતા નથી, પરંતુ મોક્ષ પામે છે.'
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આપી આકરી પ્રતિક્રિયા
ધીરેન્દ્ર શાસ્ત્રીના આ નિવેદન પર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આકરી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, 'જો મૃત્યુને મોક્ષ કહેવામાં આવે છે, તો ધીરેન્દ્ર શાસ્ત્રી પોતે મોક્ષ કેમ પ્રાપ્ત કરતા નથી? જો તેઓ તૈયાર હોય તો અમે તેમને ધક્કો મારી મોક્ષ આપવા તૈયાર છીએ. ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકો અંગે તેમણે કહ્યું કે, આ એક હૃદયદ્રાવક ઘટના છે તેને મુક્તિ કહીને અવગણવું યોગ્ય નથી. શંકરાચાર્યએ ઉગ્ર શબ્દોમાં કહ્યું કે, 'કચડાઈને અને ગૂંગળામણથી મૃત્યુ પામેલા નિર્દોષ શ્રદ્ધાળુઓના મૃત્યુને મોક્ષ કહેવું એ અસંવેદનશીલતાની પરાકાષ્ઠા છે.'
કેટલાક સંતો ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થનમાં, તો કેટલાક શંકરાચાર્ચના...
આ ઘટના બાદ સંત સમુદાય પણ બે જૂથોમાં વહેંચાયેલો જોવા મળ્યો છે. કેટલાક સંતો ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થનમાં છે અને એવુ માને છે કે, આસ્થા પ્રમાણે ગંગા કિનારે મૃત્યુને મોક્ષની પ્રાપ્તિ માનવામાં આવે છે. તો કેટલાક સંતો શંકરાચાર્યના મંતવ્ય સાથે સહમત છે કે વહીવટી બેદરકારીને કારણે થતા મૃત્યુને ધાર્મિક રંગ આપવો યોગ્ય નથી.
આ પણ વાંચો : Budget 2025 : ખેડૂત, ગરીબ, મહિલા અને યુવા પર ફોકસ, PM મોદીના સૂચનને બજેટમાં મહત્ત્વ
વિરોધ પક્ષો અને ઘણા સંતોએ સરકારની બેદરકારી ગણાવી
મૌની અમાવસ્યાના દિવસે સંગમ ઘાટ પર થયેલી ભાગદોડમાં 30 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે 60 થી વધુ શ્રદ્ધાળુઓને ઈજા પામી હતી. આ ઘટના બાદ સરકાર અને વહીવટીતંત્ર પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. વિરોધ પક્ષો અને ઘણા સંતોએ આ ઘટનાને સરકારની બેદરકારી ગણાવી છે.