Get The App

જો ટ્રેનની ટિકિટ કન્ફર્મ ન થાય તો, કાયદેસર કઈ રીતે કરશો મુસાફરી, જાણો કેવી રીતે મળશે સીટ

તમારી પાસે વેઈટીંગ ટિકિટ હોય તો તમે TTE ની પાસે જઈ સીટની માંગણી કરી શકો છો

ટિકિટના બદલે TTE તમારી પાસે વધારે પૈસા ન માંગી શકે

Updated: Jun 23rd, 2023

GS TEAM


Google News
Google News
જો ટ્રેનની ટિકિટ કન્ફર્મ ન થાય તો, કાયદેસર કઈ રીતે કરશો મુસાફરી, જાણો કેવી રીતે મળશે સીટ 1 - image
Image Twitter -Envato 

નવી દિલ્હી, તા.23, જૂન 2023, શુક્રવાર 

જ્યારે પણ તમારે રેલવે દ્વારા બહાર જવાનું હોય ત્યારે તમને કેન્ફર્મ ટિકિટ મળી જશે આવુ વિચારતા હોવ છો, પરંતુ હંમેશા તમને કન્ફર્મ ટિકિટ મળી જશે તેવું નથી હોતું અથવા પરંતુ ક્યારેક જગ્યા ન હોવાથી અથવા કોઈ કારણથી તમને કન્ફર્મ ટિકીટ નથી મળતી. તેથી કેટલીકવાર તમારે વેઈટીંગ લીસ્ટમાં નામ આવતું હોય છે. અને એવામાં જો તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ લીધી હશે તો તમારી પાસે એક મોકો છે કે તમે કાંઈક કરી શકો છો. પરંતુ જો તમે ઓનલાઈન ટિકિટ લીધી હોય તો તે ઓટોમેટિક કેન્શલ થઈ જશે. અને તેના પછી કેટલાક દિવસોમાં તમારા ખાતામાં તેના રુપિયા જમા આવી જશે. પરંતુ જો તમારે તે દિવસે મુસાફરી કરવી જરુરી છે અને તમારી ટિકિટ લીસ્ટમાં છે અને મુસાફરી કરી જરુરી છે તો તમે વેઈટીંગ ટિકિટ પર કેવી રીતે યાત્રા કરશો. આજે અમે તમને તેના વિશે બતાવીશું. 

TTE તમને સીટ આપશે

કાયેદસર રીતે  મુસાફરી કરવા માટે માત્ર શરત એટલી જ છે કે તમારે રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ લીધેલી હોવી જોઈએ. પછી ભલેને તે વેઈટીંગ લીસ્ટમાં જ કેમ ન હોય. તમારી પાસે વેઈટીંગ ટિકિટ હોય તો તમે  TTE ની પાસે જઈ સીટની માંગણી કરી શકો છો. આ સ્થિતિમાં ટ્રેનમા જો સીટ ખાલી હશે તો TTE એ તમને ટિકિટ આપશે. પરંતુ અહી એ વાતનું ધ્યાન રાખવાનું છે કે સીટ તમને ચાર્ટ તૈયાર થયા પછી જ મળશે. 

તેના માટે વધારે પૈસા આપવાની જરુર નથી. 

ટીટીઈ ત્યારે જ તમને ટિકિટ ન ફાળવી શકે જ્યારે તેની પાસે ટિકિટ ઉપલબ્ધ ન હોય. આ ઉપરાંત ટિકિટના બદલે TTE તમારી પાસે વધારે પૈસા ન માંગી શકે. કારણ કે બુકિંગ વખતે તમે તેના પુરા પૈસા ચુકવી દીધા છે. 

કેવી રીતે કરાવશો કન્ફર્મ ટિકિટ

જો તમે આ બધી વસ્તુઓની ઝંઝટમાં પડવા નથી માંગતા તો તમે કન્ફર્મ ટિકિટ માટે તપાસ કરી શકો છો. તેના માટે તમે પહેલાથી ટિકિટ બુક કરાવી લો અથવા પછી તેની તત્કાલ ટિકિટ બુક કરાવી લો.   

Tags :