EPFOમાં નોમિનેશન બાકી હોય તો જલ્દી કરાવી લેજો, નહીં તો થઈ શકે છે લાખોનું નુકસાન
EPFO એ હાલમાં ક્લેમ સેટલમેન્ટની પ્રોસેસ ઘણી સરળ બનાવી દીધી છે
નોમિનેશન વગર તમારા પ્રોવિડન્ટ ફંડનું એકાઉન્ટ ઓપરેટ નહીં થાય
Image EPFO |
તા. 7 નવેમ્બર 2023, મંગળવાર
જો તમે નોકરી કરતા હોવ અને તમારા પગારમાંથી કેટલાક પૈસા કપાવીને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના ખાતામાં જમા કરાવો છો. પીએફ ખાતામાં પૈસા જમા કરવાથી કેટલાય ફાયદા છે. તેમા જમા થયેલ રકમ પર વ્યાજ મળવાની સાથે સાથે કોઈ દુર્ઘટનાની સ્થિતિમાં વીમા જેવી સુવિધા પણ મળે છે.
EPFO એ હાલમાં ક્લેમ સેટલમેન્ટની પ્રોસેસ ઘણી સરળ બનાવી દીધી છે. એટલે કે તમારે જ્યારે જરુર હોય ત્યારે પૈસા મળી શકે છે. પરંતુ, તમારી એક નાની ભુલના કારણે પીએફના પૈસા, પેંશન અને વીમાના રુપિયામાંથી હાથ ધોવાનો વારો આવી શકે છે.
ખાતા ધારક પોતાના નોમિનેશન ઓનલાઈન ફાઈલ કરી શકે છે
EPFO એ જાહેરાત કરી છે કે નોમિનેશન વગર તમારા પ્રોવિડન્ટ ફંડનું એકાઉન્ટ ઓપરેટ નહીં થાય. ઈપીએફઓ ખાતાધારકોને પેંશન અથવા ડેથનો ક્લેમનું સેટલમેન્ટ ત્યારે જ થશે, જ્યારે મેમ્બરના એકાઉન્ટમાં ઈ-નોમિનેશન હશે. જોકે, રોકાણકારોએ પરેશાન થવાની જરુર નથી, ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામમાં EPFO ખાતા ધારકોને કેટલીક સુવિધા મળી રહી છે. ખાતા ધારક પોતાના નોમિનેશન ઓનલાઈન ફાઈલ કરી શકે છે.
નોમિનીનું નામ દાખલ કરવા માટે પહેલા આ કામ કરો
ઈપીએફઓના ખાતાધારક પોતાના એકાઉન્ટમાં નોમીનીનું નામ ઉમેરવા માટે સૌથી પહેલા, https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જવું. તેના પછી તમારા UAN અને પાસવર્ડ દ્વારા લોગ ઈન કરો. ત્યાર બાદ નોમિનેશન અપલોડ કરો.
આ સ્ટેપને અનુસરી નોમિની દાખલ કરો...
તમે જે વ્યક્તિને પોતાની નોમિની બનાવવા ઈચ્છો છો, તેનો એક પાસપોર્ટ સાઈઝનો ફોટો અપલોડ કરો, ત્યાર બાદ manage Section માં જઈ ઈ-નોમિનેશન પર ક્લિક કરો, ત્યાર બાદ તમારા પરિવારના મેમ્બર સાથેનો સંબંધ, નોમિનીનું નામ, આધારકાર્ડ, ફોટો, બર્થ સર્ટી, બેંક એકાઉન્ટ નંબર દાખલ કરો. ત્યાર બાદ Ok પર ક્લિક કરો.
બીજા પેજ પર ઈ-સાઈનનો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરો. ત્યાર બાદ OTP જનરેટ થશે. જેમા OTP નાખીને તમારુ ઈ-નોમિનેશન ફાઈલ કરો.