Get The App

મદરેસામાં બિન મુસ્લિમને ધાર્મિક શિક્ષણ આપ્યું તો માન્યતા રદ થશે, મધ્યપ્રદેશ સરકારનો મોટો નિર્ણય

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
મદરેસામાં બિન મુસ્લિમને ધાર્મિક શિક્ષણ આપ્યું તો માન્યતા રદ થશે, મધ્યપ્રદેશ સરકારનો મોટો નિર્ણય 1 - image


Image: Wikipedia

Madhya Pradesh Government: મધ્ય પ્રદેશમાં મદરેસાને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. સ્કુલ શિક્ષણ વિભાગે આદેશ જારી કરતાં મદરેસામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની ભૌતિક ચકાસણીનો આદેશ જારી કર્યો છે. આ દરમિયાન જો ત્યાં બનાવટી રીતે બિન-મુસ્લિમ કે મુસ્લિમ બાળકોના નામ મળે કે બાળકોને તેમના વાલીઓની પરવાનગી વિના ધાર્મિક શિક્ષણ આપવામાં આવી રહ્યું હશે તો આવા મદરેસાની માન્યતા રદ કરી દેવામાં આવશે.

શુક્રવારે સ્કુલ શિક્ષણ વિભાગે આદેશ જારી કરતાં કહ્યું કે પ્રદેશના મદરેસામાં ગ્રાન્ટ મેળવવાના હેતુંથી અનેક બિન મુસ્લિમ બાળકોના નામ બનાવટી રીતે વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ તરીકે નોંધાયા છે. તેની ઝડપથી ચકાસણી કરવાની જરૂર છે.

સરકારનો આદેશ

1. એવી મદરેસા જેને મધ્ય પ્રદેશ મદરેસા બોર્ડથી માન્યતા પ્રાપ્ત છે. તેની ભૌતિક ચકાસણી કરાવવામાં આવે કે આવી મદરેસામાં ગ્રાન્ટ મેળવવા માટે બનાવટી રીતે બિન-મુસ્લિમ અથવા મુસ્લિમ બાળકોના નામ નોંધાયા તો નથી ને, જો આવી મદરેસામાં બનાવટી રીતે બાળકોના નામ નોંધાયેલા મળે છે તો ગ્રાન્ટ બંધ કરવા, માન્યતા સમાપ્ત કરવા અને યોગ્ય દંડની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી સુનિશ્ચિત કરવી જોઈએ.

2. ભારતીય બંધારણની કલમ - 28 (3) અનુસાર રાજ્યથી માન્યતા પ્રાપ્ત કે રાજ્ય ભંડોળથી મદદ મેળવનારી કોઈ શૈક્ષણિક સંસ્થામાં હાજર થનાર કોઈ વ્યક્તિને આવી સંસ્થામાં આપવામાં આવતાં કોઈ ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવા માટે કે આવી સંસ્થામાં કે તેનાથી સંલગ્ન સ્થળમાં કરવામાં આવતી ધાર્મિક પ્રાર્થનામાં હાજર થવા માટે ત્યાં સુધી બાધ્ય નહીં કરવામાં આવે જ્યાં સુધી તે વ્યક્તિને કે જો આવી વ્યક્તિ સગીર છે તો તેના સંરક્ષકે આ માટે પોતાની સંમતિ આપી દીધી ન હોય.

3. આ બંધારણીય જોગવાઈ અનુસાર જો શાસન દ્વારા માન્યતા પ્રાપ્ત કે રાજ્ય ભંડોળથી મદદ મેળવનાર મદરેસામાં અભ્યાસ કરતાં બાળકોને (જો તે સગીર છે તો તેમના વાલીઓ) તેમની સ્પષ્ટ સંમતિ વિના તેમના ધર્મનું શિક્ષણ વિપરિત ધાર્મિક તાલીમ આપવામાં આવી રહી છે કે કોઈ પ્રકારે ધાર્મિક શિક્ષણ ગ્રહણ કરવા અથવા પ્રાર્થનામાં હાજર થવાને બાધ્ય કરવામાં આવી રહ્યાં છે, તો આવી મદરેસાની તમામ શાસકીય ગ્રાન્ટ બંધ કરવામાં આવે. આ સિવાય તેમની માન્યતા સમાપ્ત કરવાની વિધિવત કાર્યવાહી અને અન્ય યોગ્ય કાનૂની કાર્યવાહી સુનિશ્ચિત કરવી જોઈએ.


Google NewsGoogle News