Get The App

'PM લક્ષદ્વીપ જાય છે તો મણિપુર કેમ નહીં..' ખડગેના પ્રહાર, ભારત જોડો ન્યાય યાત્રા અંગે આપી અપડેટ

14 જાન્યુ.થી ભારત જોડો ન્યાય યાત્રાની મણિપુરથી થશે શરૂઆત, 15 રાજ્યોમાંથી પસાર થશે : કોંગ્રેસ

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
'PM લક્ષદ્વીપ જાય છે તો મણિપુર કેમ નહીં..' ખડગેના પ્રહાર, ભારત જોડો ન્યાય યાત્રા અંગે આપી અપડેટ 1 - image


Bharat jodo Nyay yatra | કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ એક પત્રકાર પરિષદને સંબોધતાં ભારત જોડો ન્યાય યાત્રા વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આગામી 14 જાન્યુઆરીથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થશે. આ યાત્રા મણિપુરથી શરૂ થશે અને 15 રાજ્યોમાંથી પસાર થશે. 

પીએમ મોદી સામે તાક્યું નિશાન 

આ દરમિયાન જ કોંગ્રેસના અધ્યક્ષ ખડગેએ પીએમ મોદી સામે નિશાન તાકતાં અત્યાર સુધી મણિપુર ન જવા સામે સવાલો ઊઠાવ્યા હતા. તેમણે તીખા પ્રહાર કરતાં કહ્યું કે પીએમ મોદી પાસે લક્ષદ્વીપ જવાનો સમય છે પણ મણિપુર જઈને જરૂરિયામંદ અને હિંસાપીડિતોને મળવાનો કે તેમને સમજાવવાનો સમય નથી. 

સાંસદોના સસ્પેન્શન મામલે પણ ઘેર્યા 

પીએમ મોદી નવી નવી જગ્યાએ જઈને ફોટોશૂટ કરાવે છે પણ તેઓ મણિપુર જઈને લોકોને સમજાવી નથી શકતા. તેમણે કહ્યું કે કોંગ્રેસની યાત્રા જનજાગૃતિ માટે છે. શિયાળુ સત્રમાં સાંસદોને સસ્પેન્ડ કરવા વિશે ખડગેએ કહ્યું કે જે સાંસદો શાંત હતા તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી. વિપક્ષને તેની વાત રજૂ કરવાની તક પણ ન અપાઈ. 

ભારત જોડો યાત્રા વિશે આપી માહિતી 

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે 14 જાન્યુઆરીએ ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ. રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી શરૂ થશે અને 15 રાજ્યોમાંથી પસાર થઈને મુંબઈ આવશે. આ યાત્રા લગભગ 100 લોકસભા સીટો અને 300થી વધુ વિધાનસભા બેઠકોને આવરી લેશે. આ યાત્રા લગભગ 6700 કિલોમીટરની હશે.

'PM લક્ષદ્વીપ જાય છે તો મણિપુર કેમ નહીં..' ખડગેના પ્રહાર, ભારત જોડો ન્યાય યાત્રા અંગે આપી અપડેટ 2 - image

  


Google NewsGoogle News