Get The App

કોંગ્રેસ આ કામ ઉતાવળે કરે તો રાજસ્થાનમાં દર 5 વર્ષે નહીં બદલાય સરકાર : સચિન પાઈલટ

પાઈલટે કહ્યું - પરંપરાને રોકવી હોય તો ઝડપથી નિર્ણયો લેવામાં આવે

બધા જુએ છે કે પીએમ મોદી કેવી રીતે આક્રમક થઈને પ્રચાર કરી રહ્યા છે

Updated: Feb 16th, 2023


Google News
Google News
કોંગ્રેસ આ કામ ઉતાવળે કરે તો રાજસ્થાનમાં દર 5 વર્ષે નહીં બદલાય સરકાર : સચિન પાઈલટ 1 - image

image : facebook


કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાઈલટે કહ્યું કે ગત વર્ષે જયપુરમાં પાર્ટીના ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ ન લઈને તત્કાલીન પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના નિર્દેશોની અવગણના કરનારા નેતાઓ વિરુદ્ધ કાર્યવાહીમાં વધારે પડતો વિલંબ કરાઇ રહ્યો છે. જો રાજ્યમાં દર 5 વર્ષે સરકાર બદલવાની પરંપરા રોકવી હોય તો રાજસ્થાનમાં કોંગ્રેસ સંબંધિત મામલે જલદી જ નિર્ણયો કરવા પડશે. કેમ કે અનુશાસન અને પાર્ટીના વલણનું અનુપાલન તમામ માટે સમાન છે, ભલે પછી તે વ્યક્તિ મોટી હોય કે નાની. 

હવે ચૂંટણી નજીકમાં છે 

રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે હવે ચૂંટણી નજીકમાં છે, બજેટ પણ આવી ગયું છે. પાર્ટીના નેતૃત્વએ અનેકવાર કહ્યું છે કે તે નિર્ણય કરશે કે કેવી રીતે આગળ વધવું છે. રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિશે જે પણ નિર્ણય કરવાના હોય તે જલદી કરવામાં આવે કેમ કે વર્ષના અંતે ચૂંટણી યોજાવાની છે.

પાઈલટે કહ્યું - દર 5 વર્ષે સરકાર બદલાવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે 

પાઈલટે કહ્યું કે રપ વર્ષથી રાજસ્થાનમાં પરંપરા ચાલી રહી છે કે ૫ વર્ષ માટે કોંગ્રેસ શાસન કરે છે પછી પાછી ભાજપની સરકાર આવી જાય છે. જો આ પરંપરાને રોકી દેવી હોય તો જલદી નિર્ણયો કરવામાં આવે. પાઇલટે કહ્યું કે આપણે જોઈ રહ્યા છીએ કે પીએમ મોદી ખુદ રાજસ્થાનમાં આક્રમક રીતે પ્રચારમાં લાગી ગયા છે અને એવામાં કોંગ્રેસે મેદાનમાં ઉતરવું પડશે અને કાર્યકરોને એકજૂટ કરવા પ્રયાસો શરૂ કરવામાં આવે જેથી આપણે તૈયાર થઈ જઈએ. 

Tags :