ભાજપે આ પગલું ભર્યું ન હોત તો સીધે સીધી 8 બેઠકો ગુમાવી હોત! હવે વિપક્ષનું ટેન્શન વધ્યું

મતુઆ, રાજબંસી અને નામસુદ્ર સમુદાયના લોકો ખાસ કરીને સીએએની માગ કરી રહ્યા હતા...

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
ભાજપે આ પગલું ભર્યું ન હોત તો સીધે સીધી 8 બેઠકો ગુમાવી હોત! હવે વિપક્ષનું ટેન્શન વધ્યું 1 - image


Lok Sabha Elections 2024 | નાગરિકતા સુધારો કાયદો (CAA) પશ્ચિમ બંગાળની અડધો ડઝન લોકસભા સીટો પર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી શક્યતા છે. ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસ આ બેઠકો પર ભાજપની વ્યૂહનીતિને લઈને સતર્ક છે. નિષ્ણાતો કહે છે કે પશ્ચિમ બંગાળની ઓછામાં ઓછી આઠ લોકસભા સીટો પર તે મહત્વની ભૂમિકા ભજવે તેવી શક્યતા છે.

એક નિર્ણયથી 5 બેઠકો પર થશે મહત્ત્વની અસર... 

એવું મનાય છે કે બંગાળમાં નાદિયા અને ઉત્તર 24 પરગણા જિલ્લાની ઓછામાં ઓછી પાંચ બેઠકો આ નિર્ણયથી પ્રભાવિત થશે. જ્યારે રાજ્યના ઉત્તર વિસ્તારની બેથી ત્રણ બેઠકો પર પણ રાજકીય અને ચૂંટણી અસર જોવા મળશે. દક્ષિણ બંગાળમાં મતુઆ અને ઉત્તર બંગાળમાં રાજબંશી અને નામસુદ્ર સામેલ છે. જો 2019ના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન મુજબ CAAનો અમલ ન થયો હોત તો ભાજપને અહીં નુકસાન થઈ શકે તેમ હતું.

કયા સમુદાય નાગરિકતા ઈચ્છે છે...? 

અહીં મતુઆ, રાજબંશી, નામશુદ્ર નાગરિકતા ઈચ્છે છે. મતુઆ સમુદાય એ હિંદુ શરણાર્થી જૂથ છે જે વિભાજન પછીના વર્ષો દરમિયાન અને ભારતમાં આવ્યા હતા. કોઈ ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી પરંતુ મતુઆ સમુદાયના લોકોની સંખ્યા ઘણી નોંધપાત્ર છે. દક્ષિણ બંગાળમાં ઓછામાં ઓછા પાંચ લોકસભા મતવિસ્તારોમાં તેમની હાજરી હોવાનું જાણવા મળે છે.

ભાજપને મોટો ફાયદો થવાની શક્યતા 

રાજબંશીઓ અને નામસુદ્રો સંખ્યાત્મક રીતે નાના જૂથો છે, જેમાં બાંગ્લાદેશના હિંદુ શરણાર્થીઓનો સમાવેશ થાય છે. ગત ચૂંટણીમાં તેઓ ભાજપની સાથે હતા. તેઓ જલપાઈગુડી, કૂચ બિહાર અને બાલુરઘાટ મતવિસ્તારમાં ફેલાયેલા છે.

CAA પર પોઝિટિવ રિપોર્ટ આવ્યો 

બાંગ્લાદેશી હિંદુ સમુદાય મતુઆ અને રાજબંશી સાથે કામ કરતા કેટલાક ભાજપના એકમોએ CAAના અમલીકરણની જરૂરિયાત અંગે સકારાત્મક અહેવાલ આપ્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં અખિલ ભારતીય મતુઆ મહાસંઘના સભ્યોએ પણ ભારતીય નાગરિકતાની માંગ સાથે રેલી કાઢી હતી. ઘણા સર્વેક્ષણોએ તેના અમલીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ભાજપે આ પગલું ભર્યું ન હોત તો સીધે સીધી 8 બેઠકો ગુમાવી હોત! હવે વિપક્ષનું ટેન્શન વધ્યું 2 - image


Google NewsGoogle News