Get The App

'400 બેઠક જીતીશું તો મથુરા-કાશીમાં ભવ્ય મંદિર બનશે...' ભાજપ શાસિત રાજ્યના CMનું મોટું નિવેદન

Updated: May 15th, 2024


Google NewsGoogle News
'400 બેઠક જીતીશું તો મથુરા-કાશીમાં ભવ્ય મંદિર બનશે...' ભાજપ શાસિત રાજ્યના CMનું મોટું નિવેદન 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીમાં ચાર તબક્કામાં મતદાન થઈ ગયું છે અને હવે ત્રણ તબક્કામાં મતદાન બાકી છે. જેમાં દિલ્હીની સાત બેઠકો માટે 25મી મેએ મતદાન થવાનું છે. આ માટે ભાજપે તાકાત લગાવી દીધી છે. ત્યારે આ વચ્ચે આસામના મુખ્યમંત્રી (Assam Cm) હેમંત બિસ્વા સરમાએ એક મોટું નિવેદન આપ્યું હતું. હેમંત બિસ્વા સરમાએ કહ્યું કે 'જો ભાજપ 400નો આંકડો પાર કરશે તો મથુરામાં અને કાશીમાં ભવ્ય મંદિર બનશે.'

દિલ્હીમાં 25મી મેએ મતદાન મતદાન થશે

દિલ્હીની સાત લોકસભા (Delhi Lok Sabha Elections) બેઠકો માટે 25મી મેએ મતદાન થવાનું છે. ત્યારે ભાજપના શાસિત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ રોડ શો કરીને પોતપોતાના પક્ષના ઉમેદવારો માટે વોટ માંગી રહ્યા છે. જેમાં આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ ભાજપના પૂર્વ દિલ્હીના ઉમેદવાર હર્ષ મલ્હોત્રાના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ કહ્યું કે 'જો ભાજપ 400નો આંકડો પાર કરશે તો મથુરામાં અને જ્ઞાનવાપીની જગ્યાએ બાબા વિશ્વનાથનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. તેમજ અમે (BJP) ગત ચૂંટણીના રામ મંદિરનું નિર્માણનું વચન આપ્યું હતું, જે આ ચૂંટણી પહેલા પૂર્ણ કર્યું છે. તેથી હવે જીત પણ મોટી હોવી જોઈએ. કારણ કે અમે (ભાજપે) વચનો પૂરા કર્યા છે.'

દિલ્હીમાં મેડિકલ કોલેજ બનશે : આસામના CM

આ ઉપરાંત હિમંતા બિસ્વા સરમા (Himanata Biswa Sarma)એ કહ્યું હતું કે 'પહેલા જ્યારે દિલ્હી આવતા ત્યારે લાલ કિલ્લો અને કુતુબ મિનાર જોવાનું કહેવામાં આવ્યું હતું અને હવે મોહલ્લા ક્લિનિક જોવાનું કહેવામાં આવે છે, પરંતુ આજે જ્યારે હું મોહલ્લા ક્લિનિક જોવા ગયા ત્યારે મને આશ્ચર્ય થયું કે જો દિલ્હીની ઓળખ મોહલ્લા ક્લિનિક છે તો પછી દેશનું સન્માન ક્યાં છે? આસામના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજો બનાવવામાં આવી રહી છે અને જ્યારે દિલ્હીમાં સરકાર આવશે તો આપણે અહીં મોહલ્લા ક્લિનિક્સ કેમ બનાવીશું, અહીં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, મેડિકલ કોલેજ બનાવીશું.'

કેજરીવાલ પર નિશાન સાધ્યું

દિલ્હી સીએમ કેજરીવાલ પર ટિપ્પણી કરતા હેમંત બિસ્વા સરમાએ કહ્યું કે 'જેલમાંથી છૂટેલો ભ્રષ્ટાચારી કહે છે કે ભાજપ 200નો આંકડો પાર નહીં કરે તો દેશની જનતા ગમે તેમ કરીને ભાજપને 400થી આગળ મોકલી રહી છે. તો પછી તિહારમાંથી વચગાળાના જામીન પર બહાર આવેલા ભ્રષ્ટ વ્યક્તિની વાત પર કેમ ધ્યાન આપવું? કેજરીવાલનો અમારી સામે કોઈ એજન્ડા નથી, કારણ કે જે દેશનો વિકાસ કરવા માંગે છે તેને બીજો કોઈ પડકાર દેખાતો નથી. આજે દેશની જનતાને પણ લાગે છે કે ભારત માટે કંઈ સારું થશે તો મોદી સરકાર જ કરી શકશે.'

આ પણ વાંચો : લોકસભા ઈલેક્શનની ગુજરાતના કોઈ ડિજિટલ પ્લેટફૉર્મમાં નથી એવી માહિતી માત્ર ગુજરાત સમાચાર પર

'400 બેઠક જીતીશું તો મથુરા-કાશીમાં ભવ્ય મંદિર બનશે...' ભાજપ શાસિત રાજ્યના CMનું મોટું નિવેદન 2 - image


Google NewsGoogle News