ભાજપ ત્રીજી વાર જીતે તો.... બ્રિટીશ, પાકિસ્તાની, ચાઈનીઝ, રશિયન, બાંગ્લાદેશી, તૂર્કી અને યુએઈ મીડિયા શું કહે છે ?

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
ભાજપ ત્રીજી વાર જીતે તો.... બ્રિટીશ, પાકિસ્તાની, ચાઈનીઝ, રશિયન, બાંગ્લાદેશી, તૂર્કી  અને યુએઈ મીડિયા શું કહે છે ? 1 - image


- નહેરૂ પછી સતત ત્રીજીવાર વડાપ્રધાન બનનારા મોદી

- મંગળવારે આવનારા ભારતના ચૂંટણી પરિણામો ઉપર દુનિયાભરના દેશોની નજર : મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે

નવી દિલ્હી : આવતીકાલ મંગળવારે તા. ૪ ના દિવસે ભારતની લોકસભાની ચુંટણીમાં પરિણામો જાહેર થશે. દુનિયાભરની નજર તેની ઉપર છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. ભારતમાં સતત ત્રણ વખત વડાપ્રધાન પદે આવનારા નરેન્દ્ર મોદી ઈતિહાસ સર્જી દેવાના છે. તેવે સમયે બ્રિટીશ, ચાઈનીઝ, રશિયન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ, તુર્કી, યુએઈ અને સઉદી અરબીસ્તાનના મીડીયા શું કહે છે તે જોઈએ.

બ્રિટીશ મીડીયા શું કહે છે ? :-

બ્રિટનના અગ્રીમ અખબાર ધી ગાર્ડીયને સોમવાર તા. ૩જી જૂને પ્રકાસિત એક રીપોર્ટમાં લખ્યું છે : ''ભારતમાં ચુંટણી માટેનું મતદાન પુરું થઈ ગયું છે. એક્ઝિટ-પૉલમાં અનુમાન લગાવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત તે પદે આવી ઈતિહાસ રચી દેશે. ગાર્ડીયને વધુમાં લખ્યું છે કે ભારતમાં ઈતિહાસમાં સૌથી લાંબી ચુંટણી યોજાઈ હતી. જેમાં આશરે એક અબજ મતદારોએ મતદાન કર્યું. આ પ્રક્રિયા એટલી લાંબી રહી કે તેમાં ભયંકર ગરમીને લીધે ડઝનબંધ લોકો અને ચુંટણી અધિકારીઓના પણ મૃત્યુ થયા. શનિવારે રાત્રે જ એક્ઝિટ-પોલ પ્રસિદ્ધ થયા. તેમાં નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી સંસદમાં બે તૃતીયાંશ બહુમતીથી વધુ આગળ જઈ રહી છે. ભારતના હજી સુધીના ઈતિહાસમાં જવાહરલાલ નહેરૂ પછી સતત ત્રીજીવાર વડાપ્રધાન બનનારા મોદી બીજા નેતા બની રહ્યા છે. બ્રિટીશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને પણ નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર વડાપ્રધાન બનશે તેમ કહ્યું છે. જોકે બીબીસીએ તેમ પણ કહ્યું છે કે દરેક વખતે એક્ઝિટ-પોલ સાચા ન પણ પડે.''

ચીન :- ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે એક્ઝિટ-પોલ પ્રમાણે મોદી સતત ત્રીજીવાર વડાપ્રધાન બને તેવી શક્યતા છે. એક્સપર્ટસનો હવાલો આપતા તે લખે છે કે મોદી વિજય પછી પણ પોતાની આંતરિક રાજનીતિ કે વિદેશનીતિમાં કોઈ ફેરફાર નહીં કરે અને ભારતના આર્થિક વિકાસ પર ભાર આપશે.

રશિયા :- રશિયાના સરકારી બ્રોડકાસ્ટર રશિયા ટીમએ જણાવ્યું હતું કે મોદીનો આ વિજય ઐતિહાસિક બની રહેશે. કારણ કે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ પછી કોઈપણ સતત ત્રીજીવાર વડાપ્રધાન પદે આવ્યા નથી. નહેરૂ લગભગ ૧૭ વર્ષ વડાપ્રધાન રહ્યા હતા.

પાકિસ્તાન :- પાકિસ્તાનના મુખ્ય અખબાર ડોને જલખ્યું છે કે એક્ઝિટપોલ પ્રમાણે એનડીએ ગઠબંધનને ૫૪૩ સીટમાંથી ૩૫૦ જેટલી સીટ મળી શકે તેમ છે. બહુમતી માટે ૨૭૨ સીટ જરૂરી છે. ઈંડિયા ગંઠબંધનના ૧૨૦ સીટ જીતે તેમ છે. જોકે માત્ર એક્ઝિટપોલ પર આધાર રાખવો તે મોટો પડકાર છે.

બાંગ્લાદેશ :- તેના અંગ્રેજી અખબારે ડેઈલીસ્ટારે એક્ઝિટપોલને અસ્વીકાર્ય કહ્યા છે.

તૂર્કી :- તૂર્કીમાં સરકારી બ્રોડકાસ્ટરે તો જણાવી દીધું છે કે ભાજપના નેતૃત્વ નીચેનું એનડીએ લોકસભામાં બે તૃતીયાંશથી વધુ બહુમત મેળવશે.

કટાર :- ૪થી જૂનના પરિણામો અંગે તેની ન્યૂઝ એજન્સી અલ-જીજીરાએ જણાવ્યું છે કે મોદી સતત ત્રીજીવાર વડાપ્રધાન બનશે પરંતુ તેમણે અસમાનતા, બેકારી, મોંઘવારી દૂર કરવા પ્રયત્નો કરવા પડશે.

સઉદી અરબી :- સઉદી અરબસ્તાનના અખબાર અરબ ન્યુઝે લખ્યું કે ૨૦૨૪ ના એક્ઝિટપોલ પ્રમાણે ભાજપને બહુમતી મળે તેમ છે. મોદી સતત ત્રીજીવાર વડાપ્રધાન બનશે.

યુએઈ :- યુએઈના અખબાર ટાઈમ્સે લખ્યું છે કે એક્ઝિટપોલ પ્રમાણે એનડીએને ૫૪૩ માંથી ૩૫૦ જેટલી સીટ મળી શકે તેમ છે. ૨૦૧૯ માં તેણે ૩૪૩ સીટ જીતી હતી. બહુમતી માટે ૨૭૨ સીટની જરૂર છે.


Google NewsGoogle News