Get The App

‘દીકરીઓની સુરક્ષા સાથે ખિલવાડ કર્યો તો...’, યોગી આદિત્યનાથની કડક શબ્દોમાં ચેતવણી

Updated: Aug 23rd, 2024

GS TEAM


Google News
Google News
‘દીકરીઓની સુરક્ષા સાથે ખિલવાડ કર્યો તો...’, યોગી આદિત્યનાથની કડક શબ્દોમાં ચેતવણી 1 - image


Uttar Pradesh News : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહિલા સુરક્ષા મામલે કડક ચેતવણી આપી છે. તેમણે મુઝફ્ફરનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, રાજ્યની દીકરીઓની સુરક્ષા સાથે ખિલવાડ કરનારાઓ વિરુદ્ધ આકરા પગલાં ભરવામાં આવશે. તેમણે ગુનેગારોને ચેતવણી આપી છે કે, જો દીકરીઓની સુરક્ષા સાથે ખિલવાડ કર્યો તો તેમને રસ્તા પર યમરાજ ઉભેલો જોવા મળશે.

CM યોગીએ ગુનેગારોને આપી ચેતવણી

મુખ્યમંત્રીએ કહ્યું કે, જો માતા-દીકરીઓ અસુરક્ષિત હશે તો સમાજનું ભવિષ્ય અંધકારમય બની જશે. અમે સત્તામાં એટલા માટે છીએ કે, દીકરીઓ સુરક્ષિ રહે અને વેપારીઓનું સન્માન જળવાય. તેમણે એમ પણ કહ્યું કે, વેપારીઓના સન્માન સાથે ખિલવાડને પણ સહન કરવામાં નહીં આવે.

આ પણ વાંચો : મુખ્યમંત્રી કેજરીવાલ માટે કપરાં દિવસો, ઈંતેજારની ઘડીઓ લાંબી થઇ, સુપ્રીમ કોર્ટમાં શું-શું થયું જુઓ

અગાઉ પણ ગુનેગારોને આપી હતી ચેતવણી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે (CM Yogi Adityanath) આ પહેલા પણ ગુનેગારોને આવી ચેતવણી આપી હતી. તેમનું સ્પષ્ટ કહેવું છે કે, જો મહિલાઓ અને દીકરીઓ સાથે ખોટું કામ કરવામાં આવશે તો તેને છોડવામાં નહીં આવે. પોલીસે તેવા લોકો સામે કડક કાર્યવાહી કરી શકે છે.

આ પણ વાંચો : 'ચૂંટણી આવે છે એટલે મારી ઈન્ફર્મેશન કાઢવા માટે...' Z+ સિક્યોરિટી અંગે શરદ પવારનો કેન્દ્રને ટોણો

Tags :