ઈઝરાયલી સેનાનો ગાઝામાં શરણાર્થી શિબિર પર ભયાનક હુમલો, 27ના મોત, 150ને ઈજા
Israel Attack On Gaza Hospital : ઈઝરાયેલની સેનાએ ગાઝા સ્થિત શરણાર્થી શિબિર પર ભયાનક હુમલો કર્યો છે, જેમાં 27 લોકોના મોત થયા છે અને 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં મહિલાઓ બાળકોની સંખ્યા વધુ છે. આ પહેલા હમાસના નામ પર રવિવારે એક હોસ્પિટલને નિશાન બનાવાઈ હતી, જેમાં સાત લોકોના મોત થયા હતા. એક નવજાતનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું.
હુમલામાં અત્યાર સુધીમાં 45,500 પેલેસ્ટાઈનીઓના મોત
વર્ષ 2023માં સાતમી ઓક્ટોબરના રોજ હમાસે હુમલો કર્યા બાદ ઈઝરાયલ સતત હુમલાઓ કરી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 45 હજાર 500થી વધુ પેલેસ્ટાઈનીઓના મોત થયા છે. લગભગ એક લાખ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હુમલાના કારણે ગાઝામાં રહેલા 90 ટકા લોકોએ પોતાના ઘર છોડવાની નોબત આવી છે. એવું કહેવાય છે કે, ઈઝરાયલી સેનાએ વફા હોસ્પિટલ પર હુમલો કર્યો હતો, જેના કારણે હોસ્પિટલ કાટમાળમાં ફેરવાઈ ગઈ.
અલ-વફા મેડિકલ હોસ્પિટલ પર હુમલો
પેલેસ્ટાઈનના સિવિલ ડિફેન્સ સભ્ય મહમૂદ બસલે કહ્યું કે, ‘ઈઝરાયલી સેનાએ ગાઝા શહેરમાં અલ-વફા મેડિકલ હોસ્પિટલ પર હુમલો કર્યો, જેમાં ઘણાં લોકોના મોત થયા. હોસ્પિટલના કર્મચારીઓને સાત મૃતદેહો મળી આવ્યા છે. અનેક ઈજાગ્રસ્તોને બચાવીને અલ-અહલી હોસ્પિટલ લઈ જવાયા છે. આ તમામ લોકો હોસ્પિટલ પાસે એક શર્ણાર્થી શિબિરમાં આશરો લીધો હતો.
હુમલામાં બે જુડવા બાળકોના મોત
હુમલા બાદ ઈઝરાયલની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં કહેવાયું છે કે, જેમાં તેણે કહ્યું કે, અમે બિલ્ડિંગની અંદર હમાસના લડાકુઓને નિશાન બનાવી હુમલો કર્યો છે. સૌથી દુઃખદ વાત એ છે કે, બે માસુમ જુડવા બાળકોના મોતથી ગમગીની છવાઈ છે, બાળકોને 20 દિવસ પહેલા જ આ દુનિયામાં પગ મુક્યો હતો. બંને બાળકોને હાઈપોથર્મિયા બીમારી હોવાનું કહેવાય છે, જેમનું સારવાર પણ ચાલી રહી હતી. એવું કહેવાય છે કે, શરીરમાં 35 ડિગ્રી સેલ્સિયસથી ઓછું તાપમાન હોવાના કારણે આ બીમારી થાય છે. આ બંને જુડવા બાળકોનો જન્મ સમય કરતા એક મહિના પહેલા થયો હતો, પરંતુ જરૂરી સારવાર ન મળવાથી અને ઠંડીના કારણે બંનેએ દમ તોડી દીધો છે. આવી જ રીતે અનેક બાળકોના ટેન્ટમાં રહેવાના કારણે ઠંડી લાગતા મોત થઈ ચુક્યા છે. આખા ગાઝામાં હાહાકાર જેવી સ્થિતિ છે અને લોકો સીઝફાયરની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : H-1B વિઝા વિવાદમાં નવો વળાંક: હવે મસ્કે પણ ઉઠાવ્યા સવાલ, કહ્યું- કડક સુધારાની જરૂર