Get The App

બેન્કમાં નોકરીની તક, આવતીકાલથી શરૂ થશે IDBI બેન્કની 600 જગ્યા માટે ભરતી, જાણો અરજી પ્રક્રિયા

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
IDBI Jobs


Government Jobs In Banks: બેન્કમાં નોકરી કરવા ઈચ્છુકો માટે આઈડીબીઆઈ ખાલી પડેલી 600 જગ્યા માટે ભરતી લઈને આવી છે. આઈડીબીઆઈમાં જુનિયર આસિસ્ટન્ટ મેનેજર માટે 500 અને સ્પેશ્યાલિસ્ટ-એગ્રી એસેટ ઓફિસર (AAO) માટે 100 પદ પર આવતીકાલથી ભરતી શરૂ થશે. ઉમેદવારો આવતીકાલે 21 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ઉલ્લેખનીય છે, અમદાવાદમાં કુલ 70 જગ્યા માટે જુનિયર આસિસ્ટન્ટ મેનેજરની ભરતી કરાશે.

આ રીતે કરો અરજી

બેન્કમાં નોકરી કરવા ઈચ્છુક ઉમેદવારોએ આઈડીબીઆઈની સત્તાવાર વેબસાઈટ https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspx પર જઈ નોટિફિકેશનની બાજુમાં આપેલા એરો પર ક્લિક કરવાથી એપ્લાય નાઉનો વિકલ્પ આવશે. જેના પર ક્લિક કરી ઓનલાઈન ફોર્મમાં વિગતો દાખલ કરી જરૂરી સર્ટિફિકેટ અપલોડ કરી ફી ચૂકવી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઉલ્લેખનીય છે, ઉમેદવાર ગમે તે એક જ પોસ્ટ માટે અરજી કરી શકશે.

આ પણ વાંચોઃ દેશનો જીડીપી ગ્રોથ બીજા ત્રિમાસિકમાં ઘટવાની ભીતિ, આ બે સેક્ટરમાં મંદીના એંધાણઃ રિપોર્ટ

બેન્કમાં નોકરીની તક, આવતીકાલથી શરૂ થશે IDBI બેન્કની 600 જગ્યા માટે ભરતી, જાણો અરજી પ્રક્રિયા 2 - image

લાયકાત

ઉમેદવારોએ નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે, લઘુત્તમ 20 વર્ષ અને મહત્તમ 25 વર્ષ સુધીની વયમર્યાદામાં અરજી કરવાની રહેશે. જેમાં અનામત આધારિત વયમર્યાદામાં અમુક છૂટ પણ સામેલ છે. જુનિયર આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ ‘O’ માટે ઉમેદવાર માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલો હોવો જોઈએ. જ્યારે AAO ગ્રેડ ‘O’ માટે માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થા કે યુનિવર્સિટીમાંથી કૃષિ, બાગાયતી, કૃષિ એન્જિનિયરિંગ, ફિશરી સાયન્સ-એન્જિનિયરિંગ, પશુપાલન, પશુ ચિકિત્સા વિજ્ઞાન, ડેરી વિજ્ઞાન, ફૂડ સાયન્સ, રેશમ ઉત્પાદન સહિત કૃષિ ક્ષેત્રે 4 વર્ષની ડિગ્રી (બીએસસી, બીટેક, બીઈ) હોવી જરૂરી છે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ રજૂ કર્યા બાદ ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે. જેમાં મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી કરી તેમના ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરવામાં આવશે. બાદમાં પર્સનલ ઈન્ટરવ્યૂ મારફત અંતિમ પસંદગી કરવામાં આવશે. 

બેન્કમાં નોકરીની તક, આવતીકાલથી શરૂ થશે IDBI બેન્કની 600 જગ્યા માટે ભરતી, જાણો અરજી પ્રક્રિયા 3 - image


Google NewsGoogle News