Get The App

શું કોવિડ વેક્સિનના કારણે યુવાનોમાં વધ્યુ હાર્ટ એટેકનું જોખમ? ICMRએ જણાવ્યુ સાચુ કારણ

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
શું કોવિડ વેક્સિનના કારણે યુવાનોમાં વધ્યુ હાર્ટ એટેકનું જોખમ? ICMRએ જણાવ્યુ સાચુ કારણ 1 - image


Image Source: Freepik

- ICMR દ્વારા આ સ્ટડી 1 ઓક્ટોબર 2021 થી લઈને 31 માર્ચ 2023 સુધી કરવામાં આવી હતી

નવી દિલ્હી, તા. 21 નવેમ્બર 2023, મંગળવાર

Covid Vaccine Death: કોવિડ-19 મહામારી બાદ સરકારે લોકોના જીવ બચાવવા માટે મોટા પાયે વેક્સિનેશન અભિયાન ચલાવ્યુ હતું. દેશમાં લોકોને વેક્સિનના 2 આરબથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા એકથી દોઢ વર્ષની અંદર દેશમાં યુવાઓમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે, ક્યાંક આની પાછળનું કારણ વેક્સિમ તો નથી ને. જોકે, હવે ICMRએ તેનો જવાબ આપ્યો છે. 

ICMRએ તાજેતરમાં એક સ્ટડી કરી છે. તેમાં આ સવાલનો જવાબ શોધવામાં આવ્યો કે, શું કોવિડ વેક્સિન અને અચાનક થઈ રહેલા મોત વચ્ચે કોઈ સબંધ છે? પોતાની સ્ટડી દ્વારા ICMRએ જણાવ્યું કે, ભારતમાં કોવિડ-19 વેક્સિનના કારણે યુવાઓમાં અચનક મૃત્યુનું જોખમ નથી વધ્યું. આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ-19 દરમિયાન હોસ્પિટલમાં દાખલ થવું, પરિવારમાં અચાનક મોત થવાના જૂના કેસ અને લાઈફસ્ટાઈલમાં થયેલા ફેરફારોએ અચાનક થનારા મૃત્યુની સંભાવનાને વધારી દીધી છે. 

સ્ટડીમાં આ પ્રમુખ જાણકારી મળી

ICMR સ્ટડીમાં જણાવ્યું છે કે, વેક્સિનના કારણે અચાનક થનારા મૃત્યુ સાથે કોઈ સંબંધ નથી. તેમાં જણાવવામાં આવ્યું છે કે, જો કોઈએ વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે તો કોરોનાવાયરસને કારણે મૃત્યુનું જોખમ ઓછું થઈ જાય છે.

સ્ટડીમાં જણાવ્યું કે કોવિડને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનો ઈતિહાસ, અચાનક મૃત્યુનો પારિવારિક ઈતિહાસ, મૃત્યુ પહેલા 48 કલાક સુધી દારૂ પીવો, ડ્રગ્સનું સેવન કરવું અથવા મૃત્યુના 48 કલાક પહેલા જબરદસ્ત એક્સરસાઈઝ કરવી. આમ આવા કેટલાક ફેક્ટર્સ છે જેના કારણે અચાનક મોતનું જોખમ વધી ગયુ છે. 

ICMR દ્વારા આ સ્ટડી 1 ઓક્ટોબર 2021 થી લઈને 31 માર્ચ 2023 સુધી કરવામાં આવી હતી. તેમાં દેશભરની 47 હોસ્પિટલોને સામેલ કરવામાં આવી હતી. સ્ટડી માટે 18 થી 45 વર્ષની ઉંમરના એ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા જેઓ સ્પષ્ટરૂપે એકદમ સ્વસ્થ હતા. તેમાંથી કોઈ પણ કોઈ જૂની બીમારીનો સામનો નહોતું કરી રહ્યું. સ્ટડીમાં જાણવા મળ્યું કે વેક્સિનના બે ડોઝ લેનારા લોકોમાં અચાનક મૃત્યુનું જોખમ ઘણું ઓછું હતું.


Google NewsGoogle News