'આ અયોગ્ય અને અસ્વીકાર્ય...', કોવેક્સિનને લઈને BHUની સ્ટડી પર સવાલ, ICMRએ કહ્યું- સ્ટડીની રીત ખોટી
Covaxin Safety Study : ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (ICMR)એ બનારસ હિન્દૂ વિશ્વવિદ્યાલય (BHU)ના નેતૃત્વમાં કરાયેલ કોવેક્સિનથી જોડાયેલ સ્ટીડને ફગાવી દીધી છે. આ સ્ટડીમાં દાવો કરાયો હતો કે, કોવેક્સિને સ્ટ્રોક, ગુઇલન-બૈરે સિન્ડ્રોમના દુર્લભ જોખમને વધાર્યા છે. ICMRએ ન્યૂઝીલેન્ડ સ્થિત ડ્રગ સેફ્ટી જર્નલના સંપાદકને પત્ર લખ્યો છે. જેમાં કહેવાયું છે કે, તેઓ BHUના લેખકો દ્વારા હાલમાં જ પ્રકાશિત કોવેકિસ્ન સાઇડ ઇફેક્ટ્સ વાળી સ્ટડીને પરત લઈ લે, કારણ કે પેપરમાં ટોચની સંશોધન સંસ્થાનું નામ 'ખોટી અને ભ્રામક રીતે' અપાયું છે.
ટોચની સંશોધન સંસ્થાએ પત્રમાં લખ્યું કે, 'ICMR આ સ્ટડીથી જોડાયેલ નથી. સાથે જ તેમાં તેમના તરફથી રિસર્ચ માટે કોઈ નાણાકીય કે ટેક્નિકલ મદદ અપાઈ નથી. આ સિવાય તમે વગર મંજૂરીએ કે સૂચનાએ કહ્યું છે કે ICMRએ સંશોધન માટે સમર્થન આપ્યું છે, જે અયોગ્ય અને અસ્વીકાર્ય છે.' ICMRના ડિરેક્ટર ડૉ. રાજીવ બહલે પત્રમાં કહ્યું કે, 'ટોચની સંશોધન સંસ્થાને આ ખરાબ રીતે કરાયેલી સ્ટડીથી ન જોડી શકાય, જેનો ઉદ્દેશ્ય કોવેક્સિનની 'સેફ્ટી એનાલિસિસ' ખોટી રીતે રજૂ કરવાનો છે.'
ડૉ. બહલે સ્ટડીના લેખકો અને જર્નલના સંપાદકથી ICMRની સૂચનાને હટાવવા અને શુદ્ધિ-પત્ર પ્રકાશિત કરવા માટે કહ્યું છે. ડૉ. બહલે લખ્યું છે કે, 'અમે એ પણ જોયું છે કે તમે વગર મંજૂરીએ આ રીતે અગાઉના પેપરોમાં પણ ICMRનું નામ આપ્યું છે. તેમણે સ્ટડીના લેખકો પાસેથી સ્પષ્ટીકરણ પણા માંગ્યું કે ICMRને તેમના વિરૂદ્ધ કાયદાકીય અને પ્રશાસનિક કાર્યવાહી કે ન કરવી જોઈએ.' તેમણે સ્ટડીની ખરાબ કાર્યપદ્ધતિ અને ડિઝાઈન પર પણ માહિતી આપી.
કોવિડ-19 વેક્સિન કોવેક્સિનને ભારત બાયોટેક દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ - નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના સહયોગથી વિકસાવવામાં આવી હતી. ICMR ડાયરેક્ટર જનરલે જણાવ્યું હતું કે, 'ICMRને કોઈપણ પૂર્વ મંજૂરી અથવા માહિતી વિના સંશોધન સમર્થન માટે સ્વીકારવામાં આવ્યું હતું. આ અયોગ્ય અને અસ્વીકાર્ય છે. સ્ટડી વગર રસીકરણ કરાયેલ વ્યક્તિઓના જૂથને કંટ્રોલ કરવામાં નિષ્ફળ રહે છે. આનાથી રિપોર્ટ કરાયેલી ઘટનાઓનો શ્રેય કોવેક્સિન રસીને આપવો અશક્ય બને છે.'