ધો.10-12 પાસ માટે સરકારી નોકરીની જાહેરાત, આ તારીખ પહેલા કરી દો અરજી, જાણો શું હશે સેલેરી

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)માં વિવિધ જગ્યા ભરવા માટે ભરતી બહાર પડી છે.

આ જગ્યા પર અરજી કરવા માટે 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર 2023 સુધીનો સમય છે

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
ધો.10-12 પાસ માટે સરકારી નોકરીની જાહેરાત, આ તારીખ પહેલા કરી દો અરજી, જાણો શું હશે સેલેરી 1 - image
Image ICMR


તા. 30 ઓક્ટોબર 2023, સોમવાર 

Government Job: ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)માં વિવિધ જગ્યા ભરવા માટે ભરતી બહાર પડી છે. હાલમાં અરજી કરવાની પ્રક્રિયા ચાલુ છે, જો તેમા તમારી લાયકાત યોગ્ય બેસતી હોય તો તરત અરજી કરો. અરજી કરવા માટે હવે થોડાક જ દિવસો બાકી છે.

કુલ 74 પદો માટે જગ્યા પાડવામાં આવી છે

આ રિક્રુટમેન્ટમાં કુલ 74 પદો માટે જગ્યા પાડવામાં આવી છે. જેમાથી 22 જગ્યાઓ ટેક્નિકલ આસિસ્ટંટની છે, 21 જગ્યાઓ ટેક્નિશિયન છે અને 31 જગ્યાઓ લેબોરેટરી આસિસ્ટંટની છે. 

આ જગ્યા પર અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો માત્ર ઓનલાઈન અરજી કરી શકાશે

આ જગ્યા પર અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો માત્ર ઓનલાઈન અરજી કરી શકાશે, તેથી અરજી કરવા માટે તમારે ICMR ની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ icmr.nic.in છે. 

અરજી કરવાની તારીખ  16 ઓક્ટોબરથી 5 નવેમ્બર 2023 સુધી 

આ જગ્યા પર અરજી કરવા માટે 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર 2023 સુધી છે. તમે જોઈ શકો કે અરજી કરવાની છેલ્લી તારીખ ખૂબ જ નજીક છે એટલે રાહ જોય વગર ફોર્મ ભરી દો. 

વિવિધ જગ્યા માટે આ પ્રમાણેની લાયકાત હોવી જોઈએ

લેબ એટેન્ડન્ટની જગ્યા પર અરજી કરવા માટે ઉમેદવારો પાસે ધોરણ 10મી પાસ  સાથે આઈટીઆઈ ડિપ્લોમાં, ટેક્નિશિયન પદ માટે ધોરણ 12મી પાસ સાથે ડિપ્લોમાં અને ટેકનિકલ આસિસ્ટન્ટ પદ માટે સંબંધિત વિષયમાં ડિગ્રી અથવા ડિપ્લોમાં હોવુ જરુરી છે. 

વય મર્યાદા

વય મર્યાદા વિશે વાત કરીએ તો, ટેકનિકલ આસિસ્ટન્ટ, ટેક્નિશિયન અને લેબ એટેન્ડન્ટની જગ્યા માટે ક્રમશ: 18થી 30 વર્ષ, 18થી 28 વર્ષ અને 18થી 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. 

અરજીની ફી

અરજી કરવા માટે ઓબીસી મેલ અને જનરલ કક્ષાના ઉમેદવારોને 300 રુપિયા ફી ભરવાની રહેશે. એસટી, એસસી, મહિલા અને પીએચ ઉમેદવારોએ કોઈ ફી ભરવાની નથી. સિલેક્ટ થયેલાને તેમના પદ પ્રમાણે ઉમેદવારોને દર મહિને 18 હજારથી લઈને 1,12,000 સુધી આપવામાં આવશે.

 


Google NewsGoogle News