ભાજપે ભારતીય ટીમને ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી, કોંગ્રેસે રીટ્વીટ કરી લખ્યું 'INDIA' જીતશે, રાજકારણ ગરમાયું

કોંગ્રેસની રીટ્વીટ પર લોકોના બે મત

Updated: Nov 19th, 2023


Google NewsGoogle News
ભાજપે ભારતીય ટીમને ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી, કોંગ્રેસે રીટ્વીટ કરી લખ્યું 'INDIA' જીતશે, રાજકારણ ગરમાયું 1 - image


India Vs Australia Final Match: આજે સમગ્ર દેશમાં વર્લ્ડ કપનો માહોલ જામ્યો છે ત્યારે રાજકારણના મેદાનમાં પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચૂંટણીને લઈને ટક્કર જોવા મળી રહી છે. આજે ઘણા રાજનેતાઓ સહિત ભાજપ પાર્ટી દ્વારા ભારતીય ટીમને ટ્વીટ દ્વારા શુભકામના પાઠવી હતી જેને કોંગ્રેસ દ્વારા રીટ્વીટ કરવામાં આવી. જે બાદ લોકોની બે અલગ-અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે.

કોંગ્રેસની રીટ્વીટ પર લોકોના બે મત 

આજે ભાજપે એક ટ્વીટ કરી હતી કે ભારતીય ટીમને વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે શુભેચ્છા. તમે આગળ વધતા રહો, અમને તમારામાં વિશ્વાસ છે. આ ટ્વીટનો જવાબ આપતા કોંગ્રેસે રીટ્વીટ કરીને લખ્યું કે, 'બિલકુલ સાચી વાત છે, 'INDIA' જીતશે. આ બાદ ટ્વીટર પર બે જૂદા-જૂદા વર્ગો દ્વારા અલગ-અલગ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે એક વર્ગ માની રહ્યો છે કે, દેશની વાત આવે ત્યારે તમામ પક્ષ રાજનીતિ મૂકી એકબીજા સાથે ખભે ખભા મિલાવી ચાલે છે. જયારે બીજો વર્ગ એવું માને છે કે, કોંગ્રેસ ભાજપ પર 2024 લોકસભાની ચૂંટણીને લઈ પ્રહાર કર્યા છે. તેમણે INDIAનો ઉલેખ્ખ વિપક્ષી મહાગઠબંધનના સંદર્ભમાં કર્યો છે.


Google NewsGoogle News