ICAI CA Result 2024: 41 હજાર CA પાસ, શિવમ મિશ્રા ફાઈનલમાં અને ઈન્ટરમાં કુશાગ્ર ટોપ

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
ICAI CA Result 2024: 41 હજાર CA પાસ, શિવમ મિશ્રા ફાઈનલમાં અને ઈન્ટરમાં કુશાગ્ર ટોપ 1 - image


ICAI CA Result 2024: ICAI દ્વારા સીએ ફાઈનલ અને ઈન્ટરમીડિયેટ પરીક્ષાના 2024ના પરિણામો એકસાથે આજે જાહેર કરી દેવામાં આવ્યા. તેની સાથે જ દેશભરમાંથી આ પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થી-વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ICAI દ્વારા જાહેર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાઈનલની મે 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાંથી ગ્રૂપ 1માં 20479 અને ગ્રૂપ 2માં 21408 અને બંને ગ્રૂપમાં 7122 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પાસ કરવામાં આવ્યા છે.

CA ફાઈનલમાં કોણે ટોપ કર્યું 

ICAI દ્વારા જાહેર કરાયેલી નોટિફિકેશન અનુસાર સીએ ફાઈનલ મે 2024ની પરીક્ષામાં નવી દિલ્હીનો શિવમ મિશ્રા (રોલ નંબર 125642) 500 (83.33%) માર્ક્સ સાથે ટોપર્સ રહ્યો છે. તેના પછી દિલ્હીની વર્ષા અરોડા 480 (80.00%) માર્ક્સ સાથે બીજા અને મુંબઈની કિરણ રાજેન્દ્ર સિંહ મનરાલ તથા ગિલમન સલીમ અંસારી બંને 477 (79.5%) સાથે ત્રીજા ક્રમે રહ્યા છે.

ICAI CA Result 2024: 41 હજાર CA પાસ, શિવમ મિશ્રા ફાઈનલમાં અને ઈન્ટરમાં કુશાગ્ર ટોપ 2 - image

CA ઈન્ટરમીડિયેટમાં કોણે ટોપ કર્યું? 

આ જ રીતે સીએ ઈન્ટરમીડિયએટ મે 2024ની પરીક્ષામાં ભિવાડીના કુશાગ્ર રોયે 538 (89.67%) માર્ક્સ સાથે દેશમાં ટોપ કર્યું છે.   તેના પછી અકોલાનો યુગ સચિન કરિયા અને ભાયંદરનો યાગ્ય લલિત ચાંડક બંનેએ 526 (87.67%) પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યું છે. તેના બાદ નવી દિલ્હીનો મનિત સિંહ ભાટિયા તથા મુંબઈનો હીરેશ કાશીરામ્કા બંનેએ 519 (86.50%) માર્ક્સ સાથે ત્રીજું ક્રમ પ્રાપ્ત કર્યું છે.

આ પણ વાંચો : NEET પરીક્ષા ફરી યોજવાની જરૂર નથી, મોટા પાયે ચોરી નથી થઈ : કેન્દ્ર સરકાર

ICAI CA Result 2024: 41 હજાર CA પાસ, શિવમ મિશ્રા ફાઈનલમાં અને ઈન્ટરમાં કુશાગ્ર ટોપ 3 - image

CA ઈન્ટરમાં 44 હજાર સફળ 

સીએ ઈન્ટરમીડિયેટ મે 2024ની પરીક્ષાઓના ગ્રૂપ 1માં 31978 અને ગ્રૂપ 2માં 13008 વિદ્યાર્થીઓ, જોકે બંને ગ્રૂપમાં 11041 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પાસ જાહેર કરાયા છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સત્તાવાર વેબસાઈટ icai.nic.in પરથી જાણી શક્શે.

ICAI CA Result 2024: 41 હજાર CA પાસ, શિવમ મિશ્રા ફાઈનલમાં અને ઈન્ટરમાં કુશાગ્ર ટોપ 4 - image

ICAI CA Result 2024: 41 હજાર CA પાસ, શિવમ મિશ્રા ફાઈનલમાં અને ઈન્ટરમાં કુશાગ્ર ટોપ 5 - image


Google NewsGoogle News