IB Recruitment 2023: ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ભરતીની જાહેરાત, આ દિવસથી કરી શકશો અરજી
ન્ટેલિજન્સ બ્યુરો દ્વારા આજે એટલે કે 21 નવેમ્બરના રોજ વિવિધ પદોની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે
અરજી પત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર 2023
તા. 21 નવેમ્બર 2023, મંગળવાર
IB ACIO Recruitment Notification 2023: ઈન્ટેલિજન્સ બ્યુરો દ્વારા આજે એટલે કે 21 નવેમ્બરના રોજ વિવિધ પદોની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ની આ ભરતી આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર (ACIO) ગ્રેડ-II એક્ઝિક્યુટિવની 995 પદો પર ભરતી થશે..
ગૃહ મંત્રાલય દ્વારા આ ભરતીની અધિકૃત જાહેરાત 25 નવેમ્બર 2023ના રોજગાર સમાચાર પત્રમાં પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતી માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 25 નવેમ્બર 2023 થી શરુ થશે અને અરજી પત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર 2023 સુધી રહેશે.
IB Recruitment ઉંમર વર્ષ
ઈન્ટેલિજન્સ બ્યુરોમાં આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર (ACIO) ગ્રેડ-II એક્ઝિક્યુટિવની ભરતી 2023 હેઠળ ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 15 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષ હોવી જોઈએ. ભરતીમાં નિયમો અનુસાર ઉંમરમાં છુટછાટ આપવામાં આવશે.
અરજી ફી
આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર (ACIO) ગ્રેડ-II એક્ઝિક્યુટિવની જગ્યા માટે અરજી કરતાં ઉમેદવારો પૈકી સામાન્ય/ઓબીસી/ ઈડબલ્યુડી કેટેગરીમાં આવતા ઉમેદવારોએ 450 રુપિયા ફી ચુકવવાની રહેશે, જ્યારે એસટી/એસસી અને તમામ કેટેગરીમાં આવતી મહિલા ઉમેદવારોએ 100 રુપિયા ફી ભરવાની રહેશે. અરજી ફીની ચુકવણી માત્ર ડેબિટ કાર્ડ/ ક્રેડિટ કાર્ડ/ નેટ બેંકિંગ દ્વારા જ કરવું પડશે.
પગાર ધોરણ
IB એસીઆઈઓની 2023ની ભરતીની સૂચના પ્રમાણે, આ ભરતી માટે પસંદગી પામેલા ઉમેદવારોનો મૂળ પગાર રુપિયા 44,900 થી રુપિયા 1,42,400 ની વચ્ચે હશે. આ ઉપરાંત ઉમેદવારોને અન્ય લાભ પણ મળશે જેમ કે, DA, SSA, HRA, TA વગેરે જેવા લાભો પણ મળવાપાત્ર રહેશે.