IAS ટીના ડાબીની ધોરણ 12ની માર્કશીટ વાયરલ
નવી દિલ્હી,તા.26 સપ્ટેમ્બર 2022, સોમવાર
IAS ટીના ડાબી સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. ટીના ડાબીની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગ ઘણી છે ઈન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક, ટીના ડાબીના ચાહકોની કોઈ કમી નથી.
ઇન્સ્ટાગ્રામ પર ટીના ડાબીના 1.6 મિલિયન ફોલોઅર્સ છે. તે સોશિયલ મીડિયા પર દરરોજ નવી-નવી પોસ્ટ શેર કરતી રહે છે. જેથી તેમની પોસ્ટ વાયરલ થવામાં થોડી જ મિનિટો લાગે છે. આ જ કારણ છે કે, હવે ટીના ડાબીની 12મા ધોરણની માર્કશીટ ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
ટીના ડાબીએ ધોરણ 12ની CBSE બોર્ડ પરીક્ષામાં પોલિટિકલ સાઇન્સ અને હિસ્ટ્રીમાં 100માંથી 100 મળ્યા હતા. આ માર્કશીટની પોસ્ટ પર યુઝર્સ કમેન્ટ પણ કરી રહ્યાં છે.
લગ્ન પણ ચર્ચાનો વિષય
ટીના ડાબી કોઇને કોઇ ચર્ચામાં રહે છે, ત્યારે વર્તમાનમાં ટીના ડાબીએ રાજસ્થાનના જેસલમેરમાં પોતાનું પદ સંભાળી રહી છે, ટીના ડાબીએ 7 એપ્રિલ 2018ના રોજ પોતાના બેચમેચ સેકન્ડ ટોપર અતહર આમિર ખાન સાથે લગ્ન કર્યા હતા. પરંતૂ આ લગ્ન વધુ સમય માટે ન ચાલ્યા. 2021ના 10 ઓગસ્ટે બંનેએ તલાક લઇ લીધા. જે બાદ ટીનાએ થોડા મહિના પહેલાં જ IAS અધિકારી પ્રદીપ પાંડે સાથે બીજા લગ્ન કર્યા. આ લગ્ન પણ ઘણા ચર્ચામાં રહ્યાં હતા.