'શૂન્ય આપણને શું શીખવે છે...?' UPSCના ઇન્ટરવ્યુમાં આવો જવાબ આપી IAS બન્યા હતા દીપક રાવત
IAS Deepak Rawat : IAS દીપક રાવત હાલમાં કુમાઉમાં ડિવિઝનલ કમિશ્નર છે. તેમણે વર્ષ 2007માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને 12મો રેન્ક મેળવ્યો હતો. UPSC ઇન્ટરવ્યુ દરમિયાન દીપક રાવતને પૂછવામાં આવ્યું કે ઝીરોમાંથી આપણે શું શીખીએ છીએ. આ સવાલનો જવાબ સાંભળ્યા બાદ સિલેક્શન કમિટીએ તેમની સિવિલ સર્વિસમાં પસંદગી કરી હતી.
આ પણ વાંચો : યુપીના સંભલમાં હિંસા ભડકાવવા મામલે પોલીસ એક્શન, સપા સાંસદ સહિત 5 સામે કેસ દાખલ
શૂન્ય આપણને તટસ્થ રહેવાનું શીખવે છે
ઝીરોમાંથી આપણે શું શીખીએ છીએ, તેના જવાબમાં દીપક રાવતે કહ્યું હતું કે, શૂન્ય આપણને શીખવે છે કે, આપણે તટસ્થ રહેવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, જો તમે શૂન્યમાં કંઈક ઉમેરશો તો સંખ્યા એ જ રહેશે, જો તમે શૂન્યમાંથી કંઈક બાદ કરો તો પણ સંખ્યા હજુ પણ એ જ રહે છે. તેથી જ શૂન્ય આપણને તટસ્થ રહેવાનું શીખવે છે.
શૂન્યનો કોઈ અર્થ નથી, એટલે...
આ સિવાય દીપક રાવતે કહ્યું હતું કે, શૂન્ય આપણને એ પણ શીખવે છે કે શૂન્યનો કોઈ અર્થ નથી, તેથી આપણે જીવનમાં આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે ક્યારેય આનાથી નીચે ન આવવું જોઈએ.
આ પણ વાંચો : 3 વર્ષના માસૂમને માથા-ચહેરા પર ગોળીઓ મારી...' મણિપુરથી રૂંવાડા ઊભા કરી દેતા અહેવાલ
દીપક રાવતનો જન્મ 24 સપ્ટેમ્બર 1977ના રોજ ઉત્તરાખંડના મસૂરીમાં થયો હતો. તેમણે મસૂરીની સેન્ટ જ્યોર્જ કૉલેજમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. એ પછી તેમણે દિલ્હીની હંસરાજ કૉલેજમાંથી ઇતિહાસમાં બીએ કર્યું અને પછી જેએનયુમાંથી ઇતિહાસમાં એમએ અને પ્રાચીન ઇતિહાસમાં એમફિલ કર્યું.