IAS અધિકારી એવા ભરાયા કે કારના બોનટ પર ચઢીને માગો સ્વીકારી, શાંત થઇ ભીડ પાછી ફરી
Bhopal News : મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં સગીર વિદ્યાર્થિનીઓની છેડતી અને અશ્લીલ મેસેજ મોકલવાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં હિંદુ સંગઠનોના આહ્વાન પર હજારો લોકો બેરસિયા વિસ્તારમાં રસ્તા પર ઉતરી આવીને પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. ભારે ભીડ એકઠી થવાથી જિલ્લા કલેક્ટર ત્યાં પહોંચ્યા હતા. જેમાં કલેક્ટરે કારના બોનેટ પર ચઢીને આરોપી સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે તેમ કહ્યું પછી ભીડ શાંત થઈ હતી.
આ પણ વાંચો : હરિયાણા માટે કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની ચોંકાવનારી યાદી, વિનેશ-બજરંગ સહિત કોને કોને મળ્યું સ્થાન?
કલેક્ટરે કારના બોનેટ પર ચઢીને ભીડને સંબોધિત કરી
ભોપાલના બેરસિયા વિસ્તારમાં વિદ્યાર્થિનીને અશ્લીલ મેસેજ મોકલનારા વ્યક્તિ સામે સખ્ત કાર્યવાહીની માંગને લઈને રસ્તા પર ઉતરી આવેલી ભીડે પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. મોટી સંખ્યામાં એકઠી થયેલી ભીડ પોલીસકર્મીઓની વાત સાંભળવા તૈયાર ન હતી. આ દરમિયાન મામલ ગરમ થતા ઘટના સ્થળે જિલ્લા કલેક્ટર પહોંચ્યા હતા. જો કે, ભારે ભીડમાં ધક્કા-મુક્કીમાં કલેક્ટર ફસાયા હોવાથી કારના બોનેટ પર ચઢીને ભીડ સંબોધિત કરી હતી. જેમાં કલેક્ટરે આરોપી સામે સખ્ત કાર્યવાહી કરવા જણાવીને વિરોધ પ્રદર્શન પૂરુ કરવા કહ્યું હતું.
હિંદુ સંગઠનનો લવ જિહાદનો દાવો
મા ભવાની હિંદુ સંગઠનના નેતૃત્વ હેઠળ પ્રદર્શન કરી રહેલા લોકોએ આરોપ લગાવ્યો છે કે, ભોપાલના બેરસિયા વિસ્તારમાં લવ જિહાદ ચાલી રહ્યું છે. જેમાં સ્કૂલની વિદ્યાર્થિનીઓને સમુદાય વિશેષના યુવાનો અશ્લીલ મેસેજ કરે છે. આ ઉપરાંત છોકરીઓનો પીછો કરતા હોવાથી તેમનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.
આ પણ વાંચો : કારના U-Turnએ 4 વર્ષના બાળકનો ભોગ લીધો : શેલાના વ્રજ ગાર્ડન સોસાયટીની ઘટના, કારચાલક ફરાર
આરોપી વિરુદ્ધ કેસ નોંધાયો
સમગ્ર મામલે બેરસિયા વિસ્તારના પોલીસ અધિકારે જણાવ્યું હતું કે, 'અરમાન લાલા અને તેના બે સહયોગી જીશાન ખાન અને અનસ ખાનની 15 વર્ષની છોકરીને અશ્લીલ મેસેજ અને ધમકીઓ મોકલવા બદલ ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપી વિરુદ્ધ પોક્સો અને ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.'