IAS અભિષેક સિંહે આપ્યું રાજીનામું, ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે પાડેલા એક ફોટોના કારણે થયા હતા સસ્પેન્ડ

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
IAS અભિષેક સિંહે આપ્યું રાજીનામું, ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે પાડેલા એક ફોટોના કારણે થયા હતા સસ્પેન્ડ 1 - image


Image Source: Twitter

- અભિષેક સિંહના પત્ની દુર્ગા શક્તિ નાગપાલ પણ એક IAS અધિકારી છે અને ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના DM છે

લખનૌ, તા. 04 ઓક્ટોબર 2023, બુધવાર

ચર્ચિત IAS અભિષેક સિંહે રાજીનામું આપી દીધુ છે. અભિષેક સિંહે ગુજરાત વિધાનસભામાં ઓબ્ઝર્વરની ડ્યૂટી દરમિયાન કારની આગળ ફોટો પડાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જેના કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા. અભિષેક સિંહના પત્ની દુર્ગા શક્તિ નાગપાલ પણ એક IAS અધિકારી છે અને ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના DM છે. અભિષેક સિંહને ફેબ્રુઆરી 2023માં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

સરકારી ગાડીની આગળ ઉભા રહીને ફોટો પડાવવાનો મામલો

ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન IAS અભિષેક સિંહ ઓબ્ઝર્વરની ડ્યૂટી પર હતા. આ દરમિયાન એક સરકારી ગાડીની આગળ ઉભા રહીને ફોટો પડાવવાનો મામલો સામે આવ્યો હતો. વિધાનસભા ચૂંટણી વચ્ચે ડ્યૂટી દરમિયાન IAS અધિકારીના આચરણને યોગ્ય માનવામાં ન આવ્યું અને તેમને ઓબ્ઝર્વર ડ્યૂટી પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જો કે, ત્યારબાદ અભિષેક સિંહે આ મામલે નિમણૂક વિભાગને રિપોર્ટ નહોતું કર્યું. આ પછી રાજ્ય સરકારે અધિકારીને સસ્પેન્ડ કરી દીધા હતા અને તેમને રેવન્યુ કાઉન્સિલમાં જોડી દીધા હતા. પરંતુ હવે તેમણે રાજીનામું આપી દીધું છે.

અભિષેક સિંહને વર્ષ 2015માં 3 વર્ષ માટે દિલ્હી સરકારમાં પ્રતિનિયુક્તિ આપવામાં આવી હતી. 2018માં પ્રતિનિયુક્તિનો સમયગાળો 2 વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો અને તેઓ મેડિકલ લીવ પર ચાલ્યા ગયા હતા. એટલા માટે તેને દિલ્હી સરકારે 19 માર્ચ 2020 ના રોજ તેમને મૂળ કેડરમાં પાછા મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ લાંબા સમય સુધી તેમણે યુપીમાં જોઈનિંગ નહોતું કર્યું. 

 પત્ની દુર્ગા શક્તિ બાંદા જિલ્લાના ડીએમ

10 ઓક્ટોબર 2022ના રોજ નિમણૂક વિભાગે IAS અભિષેક સિંહ પાસે તેમનો પક્ષ માંગ્યો હતો પરંતુ તેનો કોઈ જવાબ આપવામાં નહોતો આવ્યો. આ વચ્ચે 30 જૂન 2022ના રોજ અધિકારી યુપીમાં જોઈનિંગ કરવા માટે સંમત થયા હતા. IAS અધિકારી અભિષેક સિંહે દિલ્હીથી રિલીઝ થયા બાદ પણ યુપીના નિયુક્તિ વિભાગમાં પોતાના યોગદાનની જાણ નહોતી કરી. આ કૃત્યને અખિલ ભારતીય સેવા આચાર નિયમો 1968ના નિયમ 3ના ઉલ્લંઘન ગણતા IAS અભિષેક સિંહને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને તેમને મહેસૂલ પરિષદ સાથે જોડી દેવામાં આવ્યા હતા.  2011ની બેચના IAS અધિકારી અભિષેક સિંહ જૌનપુરના રહેવાસી છે. તેમની પત્ની દુર્ગા શક્તિ બાંદા જિલ્લાના ડીએમ છે.



Google NewsGoogle News