Get The App

ગુજરાતમાં ચૂંટણી વખતે વિવાદમાં ફસાયેલા IAS અધિકારીનું રાજીનામું, લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા

અભિષેક સિંહ છેલ્લા ઘણા મહિનાઓથી જૌનપુરમાં સામાજિક અને રાજકીય રીતે સક્રિય છે

તેઓ લાંબી રજાના કારણે 2023ની ફેબ્રુઆરીથી સસ્પેન્શન હેઠળ હતા

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં ચૂંટણી વખતે વિવાદમાં ફસાયેલા IAS અધિકારીનું રાજીનામું, લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા 1 - image


IAS Abhishek Singh : ઉત્તર પ્રદેશ સરકારે IAS અધિકારી અભિષેક સિંહનું રાજીનામું સ્વીકારી લીધું છે. તેઓ લાંબી રજાના કારણે 2023ની ફેબ્રુઆરીથી સસ્પેન્શન હેઠળ હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ કેન્દ્ર સરકારે પણ અભિષેક સિંહના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. 

અભિષેક જૌનપુરથી લોકસભા લડે તેવી ચર્ચા

સૂત્રોના જણાવ્યાનુસાર, અભિષેક સિંહ જૌનપુરથી લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) લડી શકે છે. અભિષેક સિંહ છેલ્લા ઘણાં મહિનાથી ઉત્તર પ્રદેશના જૌનપુરમાં સામાજિક અને રાજકીય રીતે સક્રિય છે. તેમણે આ મહિનામાં જૌનપુરના લોકો માટે અયોધ્યા ધામ જવા માટે ફ્રી યાત્રા શરૂ કરી હતી, જેના દ્વારા દરરોજ લગભગ પાંચ બસો અયોધ્યા જશે અને સાંજે શ્રદ્ધાળુઓને જૌનપુર પહોંચાડશે. અભિષેક સિંહે આ બસોને જૌનપુર નિષાદ રથ નામ આપ્યું છે. નોંધનીય છે કે અભિષેક સિંહ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર અવારનવાર રાજકારણીઓ અને ફિલ્મ સ્ટાર્સ સાથેની તસવીરો શેર કરે છે.

ગુજરાતમાં ચૂંટણી વખતે વિવાદ સર્જાયો હતો

અભિષેક સિંહને 2015માં ત્રણ વર્ષ માટે ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવામાં આવ્યા હતા. જે પછી વર્ષ 2018માં તેમનો સમયગાળો બે વર્ષ માટે લંબાવાયો હતો, પરંતુ તે વખતે અભિષેક સિંહ મેડિકલ રજા પર જતાં રહ્યા હતા. આ પછી દિલ્હી સરકારે અભિષેક સિંહને મૂળ કેડર ઉત્તર પ્રદેશ મોકલ્યા હતા. લાંબા સમયની રજા બાદ તેઓ 2022ની 30મી જૂને ફરજ પર જોડાયા હતા. અભિષેક સિંહને 2022માં ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Vidhan Sabha Election) માટે ભારતના ચૂંટણી પંચ  (Election Commission of India) દ્વારા નિરીક્ષક બનાવ્યા હતા. આ દરમિયાન તેણે સરકારી કારની સામેનો પોતાનો ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. આ બાબતને ચૂંટણી પંચે શિસ્તભંગ ગણીને પગલા લીધા હતા. બાદમાં 18મી નવેમ્બર, 2022ના રોજ ચૂંટણી પંચે તેમને નિરીક્ષકની ફરજ પરથી હટાવી દીધા હતા. ત્યાર પછી તેઓ ઉત્તર પ્રદેશ પરત ફર્યા હતા.

ગુજરાતમાં ચૂંટણી વખતે વિવાદમાં ફસાયેલા IAS અધિકારીનું રાજીનામું, લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા 2 - image


Google NewsGoogle News