Get The App

નાસિકમાં ભારતીય વાયુસેનાનું સુખોઈ ફાઈટર જેટ ક્રેશ, બંને પાયલટ સુરક્ષિત, તપાસના આદેશ

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
નાસિકમાં ભારતીય વાયુસેનાનું સુખોઈ ફાઈટર જેટ ક્રેશ, બંને પાયલટ સુરક્ષિત, તપાસના આદેશ 1 - image


IAF's Sukhoi fighter jet crashes: ભારતીય વાયુસેનાનું એક સુખોઈ ફાઈટર પ્લેન મંગળવારે ક્રેશ થયું હતું. આ ઘટના મહારાષ્ટ્રના નાસિકમાં બની છે. પ્લેન શિરગાંવ ગામ પાસે એક ખેતરમાં ક્રેશ થયું હતું.

પ્લેન ક્રેશની ઘટનાને લઇને નાસિક રેન્જના સ્પેશિયલ ઈન્સ્પેક્ટર જનરલ ડી આર કરાલેએ જણાવ્યું કે, સુખોઈ Su-30 MKI એરક્રાફ્ટના પાઈલટ અને કો-પાઈલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે

અધિકારીએ જણાવ્યું કે, વિમાન વિંગ કમાન્ડર બોકિલ અને તેમના સેકન્ડ ઇન કમાન્ડ બિસ્વાસ દ્વારા ઉડાડવામાં આવી રહ્યું હતું. 

અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી હતી, જેને કાબુમાં કરી લેવામાં આવી છે. બંને પાઇલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા અને તેમને સામાન્ય ઇજાઓ થઇ હતી તેથી તેમને HAL હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભારતીય વાયુસેના, HAL સિક્યુરિટી અને HAL ટેકનિકલ યુનિટની ટીમોએ સ્થળની મુલાકાત લીધી હતી.

સુખોઈ Su-30 MKI જેટની વિશેષતાઓ

રશિયન સુખોઈ Su-30 MKI ભારતીય વાયુસેનાનું સૌથી શક્તિશાળી વિમાન માનવામાં આવે છે. ભારતીય વાયુસેના પાસે 272 સક્રિય Sukhoi Su-30 MKI છે, આ એરક્રાફ્ટમાં બે એન્જિન અને બે પાઈલટ માટે બેઠક છે. આમાંના કેટલાક એરક્રાફ્ટને સુપરસોનિક મિસાઈલ બ્રહ્મોસ લોન્ચ કરવા માટે અપગ્રેડ પણ કરવામાં આવ્યા છે.

સુખોઈ એરક્રાફ્ટ 3,000 કિલોમીટર સુધી અટેક કરી શકે છે. જ્યારે તેની ક્રૂઝ રેન્જ 3,200 કિલોમીટર સુધી છે અને કોમ્બેટ રેડિયસ 1,500 કિલોમીટર છે. વજનમાં ભારે હોવા છતાં, આ ફાઇટર પ્લેન તેની હાઇ સ્પીડ માટે જાણીતું છે. આ એરક્રાફ્ટ 2,100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ઉડાન ભરી શકે છે.


Google NewsGoogle News