હવે દુશ્મન દેશોની ખેર નહીં, ભારતીય વાયુસેના SAMAR-2નું કરશે ટેસ્ટિંગ, જાણો તેની ખાસિયત
Image Twitter |
Indian Air Force : ભારતીય વાયુસેના ટૂંક સમયમાં SAMAR-2 એર ડિફેન્સ સિસ્ટમનું પરીક્ષણ કરવા જઈ રહી છે. આ એક સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ છે, જે ક્યારેય નિશાન ચૂકતી નથી. છેલ્લા પરીક્ષણમાં તેણે આ વાત સાબિત કરી હતી. તેમજ આ એર ડિફેન્સનું જૂનું વર્ઝન હાલમાં ચીન બોર્ડર પાસે તહેનાત છે. આ એક જૂની રશિયન મિસાઈલ હતી, જેને ભારતે બદલીને નવું શસ્ત્ર વિકસાવ્યું છે.
દુશ્મનોની મિસાઈલ માત્ર 30 કિ.મી. હવામાં જ ખતમ કરવા સક્ષમ
Indian Air Force ટૂંક સમયમાં તેની નવી એર ડિફેન્સ સિસ્ટમ SAMAR-2નું પરીક્ષણ કરવા જઈ રહી છે. આ એર ડિફેન્સ સિસ્ટમની રેન્જ 30 કિલોમીટર છે. એટલે કે, જો તેને પાકિસ્તાન અથવા ચીન સરહદ પર તહેનાત કરવામાં આવે, જેથી કરીને તેમની મિસાઈલ માત્ર 30 કિલોમીટર હવામાં જ ખતમ કરી નાખશે. એટલે કે, તેને દેશની સરહદમાં પ્રવેશવા જ નહી દે.
જૂનું વર્ઝન એટલે SAMAR-1 ચીન સરહદ પાસે લદ્દાખમાં તહેનાત
SAMARનું આખું નામ સરફેસ ટુ એર મિસાઇલ ફોર એશ્યોર્ડ રિટેલિયેશન છે. તેનું જૂનું વર્ઝન એટલે SAMAR-1 ચીન સરહદ પાસે લદ્દાખમાં તહેનાત છે. આ મિસાઈલ સિસ્ટમને ડિસેમ્બર 2023માં જ સેનામાં સામેલ કરવામાં આવી હતી. હકીકતમાં સમર એર ડિફેન્સ સિસ્ટમ જૂની રશિયન એર-ટુ-એર મિસાઇલો R-73 અને R-27 છે.
ભારતીય વિજ્ઞાનીઓએ એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવી
આ મિસાઈલો નકામી થવાની હતી. એટલે કે એક્સપાયર થઈ રહી હતી. ત્યારે ભારતીય વિજ્ઞાનીઓએ તેને બદલીને એર ડિફેન્સ સિસ્ટમમાં બદલી નાખી. થોડા મહિના પહેલા પોખરણમાં થયેલા વાયુશક્તિ પ્રદર્શનમાં તેની મારક ક્ષમતા તપાસવામાં આવી હતી.
જાણો આ હથિયારની સૌથી મોટી ખાસિયત
સમર મિસાઈલને ટ્રકમાંથી છોડવામાં આવે છે. તે 2982 કિમી/કલાકની ઝડપે કોઈપણ હવાઈ લક્ષ્યને હિટ કરી શકે છે. આ મિસાઈલ સિસ્ટમ એરફોર્સના BRD યુનિટ દ્વારા સંચાલિત છે. તે કોઈપણ પ્રકારના હવાઈ લક્ષ્ય એટલે કે હેલિકોપ્ટર અને ફાઈટર જેટને નિશાન બનાવી શકે છે.
તેના લોન્ચર પર બે મિસાઈલ લગાવવાની વ્યવસ્થા છે. આ મિસાઈલની રેન્જ 12 થી 40 કિમી છે. સમર એર ડિફેન્સ સિસ્ટમમાં બે પ્રકારની મિસાઈલનો ઉપયોગ કરવામાં આવે છે. SAMAR 1. ફેરફાર બાદ હવે તે સપાટીથી હવામાં માર મારનાર મિસાઈલ બની ગઈ છે. તેનું વજન 105 કિલો છે, લંબાઈ 9.7 ફૂટ છે, વ્યાસ 6.5 ઇંચ છે અને તે 7.4 કિગ્રાનું શસ્ત્ર વહન કરે છે.
આ મિસાઈલનું વજન 253 કિલો છે
SAMAR 2 એટલે હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ છે. આ મિસાઈલનું વજન 253 કિલો છે. અને તે 13.4 ફૂટ લાંબુ છે. તેનો વ્યાસ 9.1 ઇંચ છે. તેમાં પંખા લગાવેલા છે. જેની પાંખો 30.4 ઇંચ છે. તેમાં 39 કિલોનું વૉરહેડ લગાવી શકાય છે. જે બ્લાસ્ટ ફ્રેગ્મેન્ટેશન અથવા કોન્ટિન્યુએલ રૉડ હોઈ શકે છે.