Get The App

વાયુ સેના પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાનું ચાલુ રાખશે : એર ચીફ માર્શલ ચૌધરી

રાષ્ટ્રની શક્તિના મહત્વના રૂપ તરીકે વાયુ શક્તિ નિસંદેહ મહત્વની ભૂમિકા ભજવશે : એર ચીફ માર્શલ

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
વાયુ સેના પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાનું ચાલુ રાખશે : એર ચીફ માર્શલ ચૌધરી 1 - image


IAF : વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વી. આર. ચૌધરી (V. R. CHaudhari)એ જણાવ્યું હતું કે આ સમયે વિશ્વ એક નિર્ણાયક સમયગાળામાં છે અને ફેરફારનું વલણ મજબૂતી સાથે ભારતના પક્ષમાં છે. તેમણે કહ્યું હતું કે 'ગ્લોબલ સાઉથ'માં ભારતનું આગળ આવવું આંતરરાષ્ટ્રીય મામલાઓમાં મહત્વપૂર્ણ બિંદુ છે. 

આપણે નવા આકાશમાં ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યા છીએ : એર ચીફ માર્શલ 

ચૌધરી 'ઇન્ડિયા એન્ડ ધ ગ્લોબલ સાઉથઃ પડકારો અને તક' વિષય પર સેમિનારને સંબોધિત કરી રહ્યા હતા. સેન્ટર ફોર એર પાવર સ્ટડીઝ દ્વારા 20મી સુબ્રતો મુખર્જી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. , 'ગ્લોબલ સાઉથ' એ એવા દેશો છે જે ઘણીવાર વિકાસશીલ, ઓછા વિકસિત અથવા અવિકસિત તરીકે ઓળખાય છે અને આ મુખ્યત્વે આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકામાં આવેલા છે. તેમણે કહ્યું હતું કે જ્યારે આપણે નવા આકાશમાં ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યા છીએ તો રાષ્ટ્રની શક્તિના મહત્વના રૂપ તરીકે વાયુ શક્તિ નિસંદેહ મહત્વની ભૂમિકા ભજવશે અને રાષ્ટ્રીય શક્તિના પ્રતિકના રૂપમાં શાંતિ અને સહયોગના સાધનના સ્વરૂપમાં કામ કરશે.   

ગ્લોબલ સાઉથના દેશો સાથે અમારી વાયુ શક્તિ જોડાતા ચારેતરફ તેની ચર્ચા : વી. આર ચૌધરી

એર ચીફ માર્શલ ચૌધરીએ કહ્યું હતું કે વાયુ સેના પ્રગતિ, રણનીતિક ભાગીદારીને મજબુત કરવા અને ગ્લોબલ સાઉથને સામુહિક રૂપથી આગળ વધારવાની દિશામાં ઉત્પ્રેરકના રૂપમાં કામ કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે ગ્લોબલ સાઉથના દેશો સાથે અમારી વાયુ શક્તિ જોડાતા ચારેતરફ તેની ચર્ચા છે. ગ્લોબલ સાઉથ સાથે જોડાઈને અમે એકબીજાને સર્વોત્તમ પ્રથાઓનું આદાન-પ્રદાન કરવા,પારસ્પરિકતામાં સુધાર કરવા અને વિશ્વાસ જાળવી રાખવાની મંજુરી આપી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોરોના વાયરસ જેવી ઘટનાઓ અને વિશ્વમાં જોવા મળી રહેલા સંઘર્ષને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.

વાયુ સેના પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાનું ચાલુ રાખશે : એર ચીફ માર્શલ ચૌધરી 2 - image


Google NewsGoogle News