Get The App

'રાહુલ ગાંધીનો સાથ ન મળ્યો હોત તો મેં આત્મહત્યા કરી લીધી હોત': કન્નડ અભિનેત્રીનો 10 વર્ષ બાદ ખુલાસો

Updated: Mar 30th, 2023


Google NewsGoogle News
'રાહુલ ગાંધીનો સાથ ન મળ્યો હોત તો મેં આત્મહત્યા કરી લીધી હોત': કન્નડ અભિનેત્રીનો 10 વર્ષ બાદ ખુલાસો 1 - image


- રામ્યાએ 2012માં યુથ કોંગ્રેસ જોઈન કર્યું હતું

નવી દિલ્હી, તા. 30 માર્ચ 2023, ગુરૂવાર 

જો મને રાહુલ ગાંધીનો ઈમોશનલ સપોર્ટ ન મળ્યો હોત તો મેં આત્મહત્યા કરી લીધી હોત. કન્નડ અભિનેત્રી રામ્યાએ આ વાત કહી છે. દિવ્યા સ્પંદનાના નામથી જાણીતી રામ્યા લોકસભા સાંસદ પણ રહી ચૂકી છે. તેણે કહ્યું કે, મારા પિતાના અવસાન બાદ મારા મગજમાં આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા હતા ત્યારે રાહુલ ગાંધીએ મને ઈમોશનલ સપોર્ટ કર્યો હતો. એક કન્નડ ટોક શોમાં રામ્યાએ કહ્યું કે, હું મારા પિતાના મૃત્યુના બે અઠવાડિયા બાદ સંસદમાં ગઈ હતી. હું કોઈને ઓળખતો ન હતો, હું બીજું કંઈ જાણતો ન હતો. સંસદની કાર્યવાહી વિશે પણ મને બહુ ખબર નહોતી.

રામ્યાએ કહ્યું કે હું ધીમે ધીમે બધું શીખી અને મારા દુઃખમાંથી બહાર આવીને કામ પર ફોકસ કર્યું. રામ્યાએ કહ્યું કે મંડ્યાના લોકોએ મને સાથ આપ્યો જેથી હું આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકી. રામ્યાએ કહ્યું કે, જ્યારે મારા પિતાનું નિધન થયું ત્યારે મારા મનમાં પણ આત્મહત્યા કરવાના વિચારો આવવા લાગ્યા હતા. તે દરમિયાન રાહુલ ગાંધીએ મને ઈમોશનલ સપોર્ટ કર્યો હતો. એટલું જ નહીં તેણે કહ્યું કે મારા પર મારા પિતાનો સૌથી વધુ પ્રભાવ હતો. ત્યારબાદ માતાનો પ્રભાવ સૌથી વધુ રહ્યો છે. ત્રીજા નંબરે રાહુલ ગાંધી છે જેમણે મારા જીવન પર છાપ છોડી છે.

રામ્યાએ 2012માં યુથ કોંગ્રેસ જોઈન કર્યું હતું. અભિનયમાં લાંબી કારકિર્દી ધરાવતી રામ્યાએ 2013માં કર્ણાટકની માંડ્યા લોકસભા બેઠકની પેટાચૂંટણી જીતી હતી. આ પછી તે કોંગ્રેસની સોશિયલ મીડિયા હેડ પણ રહી હતી પરંતુ બાદમાં રાજીનામું આપી દીધું હતું. ગત વર્ષે જ રામ્યાએ એલાન કર્યું હતું કે, તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પરત ફરી રહી છે અને પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરશે. તેણે એપલ બોક્સ સ્ટુડિયો નામનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે.


Google NewsGoogle News