Get The App

હું સનાતન ધર્મનો વિરોધ કરતો જ રહીશ : કાનૂની કાર્યવાહી થશે તો પણ મારો મત નહીં બદલું : ઉદય નિધિ

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
હું સનાતન ધર્મનો વિરોધ કરતો જ રહીશ : કાનૂની કાર્યવાહી થશે તો પણ મારો મત નહીં બદલું : ઉદય નિધિ 1 - image


- કોરોના, ડેન્ગ્યુ, જેવા મચ્છરોને ખતમ કરવા જ પડે

- તમિલનાડુના મુખ્યમંત્રી એન.કે.સ્ટાલીનના પુત્ર દયાનિધિ સ્ટાલિને કરેલાં વિધાનોથી INDIA ગઠબંધન મુશ્કેલીમાં : હાઈકોર્ટે પોલીસની નિષ્ક્રિયતાની ટીકા કરી

ચેન્નાઈ : ડી.એમ.કે.નેતા અને તમિલનાડુના મુખ્યમંત્રી એન.કે.સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ ફરી એક વખત વિવાદ ઉભો કરી દીધો છે, તેઓએ ફરી સનાતન ધર્મ વિષે કરેલી ટીકાને લીધે ઇંડીયા ગઠબંધન પણ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. આ પૂર્વે પણ ઉદયનીધિ સ્ટાલિને સનાતન ધર્મને કોરોના ડેન્ગ્યુ ્ને મેલેરિયા જેવા મચ્છરો સાથે સરખાવતાં કહ્યું હતું કે તેનો વિરોધ ન કરાય. તેમને ખતમ જ કરવા જોઇએ. ઉદયનિધિ સ્ટાલિનનાં આ વિધાનોને લીધે ઇંડીયા ગઠબંધનના નેતાઓ મુંઝવણમાં મુકાઇ ગયા છે.

રાજ્યના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનના પુત્ર અને તમિલનાડુના યુવા કલ્યાણ અને ખેલ મંત્રી ઉદયનિધિ સ્ટાલિને કરેલાં આ વિધાનો પછી પોલીસે દર્શાવેલી નિષ્ક્રિયતાની મદ્રાસ હાઈકોર્ટે ઉગ્ર ટીકા કરી હતી. ત્યાર પછી પણ ઉદયનિધિ સ્ટાલિને ફરી એકવાર સનાતન ધર્મનો વિરોધ કરતાં દર્શાવ્યું હતું કે સનાતન નામ જ સંસ્કૃતમાં લખાયેલું છે. જે સામાજિક ન્યાય અને સમાનતા વિરૂદ્ધ છે. તેણે વધુમાં કહ્યું હતું કે આપણે કોરોના, ડેંગ્યુ અને મચ્છરોનો વિરોધ નથી કરી શક્તા. આપણે તેને ખતમ જ કરવા પડે. આ રીતે સનાતન ધર્મને જ ખતમ કરવો પડે. તેણે વધુમાં કહ્યું અમે વર્ષોથી સનાાતન અંગે વિરોધ કરી રહ્યા છીએ. આ મુદ્દો સેંકડો વર્ષ જેટલો પ્રાચીન છે. અમે હંમેશાં તેનો વિરોધ કરતા જ રહીશું.

આવાં વિભાજનકારી વિધાનો કરવાં તે ગેરકાનૂની છે છતાં તમિલનાડુ પોલીસે તેની ધરપકડ કરી નહીં. તેથી મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ પોલીસની ઉગ્ર ટીકા કરી હતી. બીજી તરફ ઉદયનિધિએ ફરી એકવાર પોતાનાં વિધાનો દોહરાવ્યાં હતાં, અને કહ્યું હતું કે હું કાનૂની કાર્યવાહીથી ડરતો નથી.

ઉદયનિધિનાં આ વિધાનોએ તેઓની પાર્ટી ડી.એમ.કે. જેમાં જોડાયેલી ચે તેવું ઇંડીયા ગઠબંધન પણ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.

જોવાનું તે રહે છે કે ઉદયનિધિનાં આ વિધાનોની રાજકીય અસર કેવી થાય છે. તેની ખબર તો ટૂંક સમયમાં પડશે. અને ૨૦૨૪ની ચૂંટણીમાં તેની અસર પડશે જ. ભાજપને તો તે એક મુદ્દો મળી જશે.


Google NewsGoogle News