હું રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં નહીં જાઉં', શરદ પવાર બાદ લાલુની પણ સ્પષ્ટતા, ભાજપે કર્યો કટાક્ષ
Image Source: Twitter
- લાલુ પ્રસાદ યાદવના આ નિર્ણય પર બિહાર બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ પ્રતિક્રિયા આપી
પટના, તા. 17 જાન્યુઆરી 2024, બુધવાર
Ram Mandir Ayodhya: 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. જેને લઈને અયોધ્યામાં તાડામાર તૈયારીઓ ચાલી રહે છે. ત્યારે હવે શરદ પવાર બાદ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને RJD ચીફ લાલુ પ્રસાદ યાદવે પણ આજે સ્પષ્ટતા કરી છે કે, તેઓ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ નહીં લેશે. તેમણે કહ્યું કે, હું રામ મંદિરના 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહમાં હાજરી આપવા માટે અયોધ્યા નહીં જઈશ. જો કે, તેમણે કાર્યક્રમમાં સામેલ ન થવા માટે કોઈ ચોક્કસ કારણ નથી જણાવ્યું.
સમ્રાટ ચૌધરીનો પલટવાર
લાલુ પ્રસાદ યાદવના આ નિર્ણય પર બિહાર બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ પ્રતિક્રિયા આપી છે. સમ્રાટ ચૌધરીએ પલટવાર કરતા કહ્યું કે, તેમને બોલાવી કોણ રહ્યું છે?
સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, માત્ર બિહાર જ નહીં પરંતુ આખો દેશ જાણે છે કે લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ કરાવનારા લાલુ પ્રસાદ યાદવ જ હતા. રથયાત્રાને અટકાવવા વાળા પણ લાલુ પ્રસાદ યાદવ જ હતા. તો તેમને બોલાવી કોણ કહ્યું છે? તેમ છતાં હું સ્પષ્ટપણે કહું છું કે નીતિશ કુમાર ભગવાન રામના વંશજ છે અને લાલુ પ્રસાદ યાદવ ભગવાન કૃષ્ણના વંશજ છે બંને યુગમાં બંને એક જ ચહેરો રહ્યા છે. ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ એક જ છે તો પછી બધાએ રામ મંદિરની પૂજા કરવા જવું જોઈએ. 450 વર્ષનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.
શરદ પવારે રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કર્યો
રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ઘણા રાજનેતાઓને આમંત્રણ મોકલાયું છે. તેમાં કોંગ્રેસ સહિત વિપક્ષના ઘણા સાથીઓએ આમંત્રણ ફગાવતાં રામમંદિરના ઉદઘાટન સમારોહને ભાજપનો રાજકીય કાર્યક્રમ ગણાવી દીધો હતો. લાલુ પ્રસાદ યાદવ પહેલા જ શરદ પવારે રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કરી દીધો હતો.
રામમંદિરના ટ્રસ્ટે NCP વડા શરદ પવારને અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ મોકલ્યું હતું. તેના જવાબમાં શરદ પવારે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયને પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં તો હું નહીં આવી શકું પરંતુ હું મારી જાતે સમય કાઢીને પછીના કોઈ દિવસે દર્શન માટે આવીશ અને ત્યાં સુધી તો રામમંદિરનું નિર્માણ કાર્ય પણ પૂર્ણ થઈ જશે.