Get The App

એકપણ કટ વગર મારી ફિલ્મ ઇમર્જન્સીને સેન્સર કરાવી લઈશ : કંગના રનૌત

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
એકપણ કટ વગર મારી ફિલ્મ  ઇમર્જન્સીને સેન્સર કરાવી લઈશ : કંગના રનૌત 1 - image


- સ્મૃતિ ઈરાનીના વિકલ્પ તરીકે ગણાતી કંગના ભાજપ માટે હવે સાપનો ભારો બની ગઈ

- ફિલ્મ ઈમર્જન્સીને 13 કટ સાથે સેન્સર સર્ટિફિકેટ આપવા સામે કંગના નારાજ, ભાજપ સાથે ઈમોશનલ બ્લેકમેઈલિંગ શરૂ કર્યું 

નવી દિલ્હી : ભાજપના સાંસદ કંગના રણૌતે પોતાની ફિલ્મ 'ઈમર્જન્સી' એક પણ કટ વિના રીલીઝ થાય એ માટે છેલ્લી ઘડીના ઉધામા શરૂ કર્યા છે. સેન્સર બોર્ડે ૧૩ કટ સાથે ફિલ્મને મંજૂરી આપવાની તૈયારી બતાવી છે પણ કંગના ફિલ્મ કોઈ પણ કટ વિના ફિલ્મ રજૂ કરવા માગે છે. ભાજપની દુ:ખતી રગ કંગનાના હાથમાં હોવાથી કંગનાની આ જીદ સામે સરકાર ઘૂંટણ ટેકવી દેશે એવા સંકેત મળી રહ્યા છે. કંગના પાસે એવો પાવર છે કે ઈમોશનલ બ્લેકમેઈલિંગ કરીને એક પણ કટ વિના પોતાની ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ અપાવીને રીલીઝ કરી બતાવશે. સેન્સર બોર્ડ દ્વારા કંગનાની ફિલ્મમાં રજૂ કરાયેલાં દ્રશ્યોની સત્યતા ચકાસવા માટે નિમાયેલા એક્સપર્ટ મખ્ખન લાલના વલણ પરથી લાગી રહ્યું છે કે, સરકાર કંગના સામે શરણાગતિ સ્વીકારી લેશે. સેન્સર બોર્ડે આ પહેલાં કંગનાની ફિલ્મમાં ૫૦થી વધારે દ્રશ્યો કાઢી નાંખવા કહ્યું હતું. એ પછી હવે સેન્સર બોર્ડે ૧૩ દ્રશ્યોને વાંધાજનક ગણાવ્યાં છે. કંગના આ દ્રશ્યો કાઢી નાંખે તો સેન્સર બોર્ડ ફિલ્મને રીલીઝ કરવાની મંજૂરી આપવા તૈયાર છે પણ કંગના ફેરફાર માટે તૈયાર નથી. આ માટે કંગનાએ ભાજપ નેતાગીરીને અલ્ટિમેટમ આપ્યું હોવાનું પણ કહેવાય છે. કંગનાની ફિલ્મનો મુદ્દો હાઈકોર્ટમાં છે અને ૩૦ સપ્ટેમ્બરે હવે પછીની સુનાવણી છે.

સ્મૃતિ પછી હવે કંગનાનો ટાઈમ : દેશથી નિરાશ હોવાનું કહ્યું છતાં ભાજપ ચૂપ 

કંગના રણૌતે 'ઈમર્જન્સી' ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ ના મળ્યું તે અંગે બળાપો કાઢતાં કહેલું કે, મેરી ફિલ્મ પે હી ઈમર્જન્સી લગ ગઈ હૈ. બહુત હી નિરાશાજનક સ્થિતી હૈ યે, મૈં તો ખૈર બહોત જ્યાદા ડિસઅપોઈન્ટ હૂં અપને દેશ સે, ઔર જો ભી હાલાત હૈં. કંગનાના બદલે બીજા કોઈએ આવું નિવેદન આપ્યું હોત તો ભાજપની ટ્રોલ આર્મી તેના પર તૂટી પડી હોત અને દેશદ્રોહી કહીને ધૂળ કાઢી નાંખી હોત. કંગનાના નિવેદન સામે ભાજપ સાવ ચૂપ છે. તેનું કારણ કંગનાની કેટલાક નેતાઓ સાથેની નિકટતા કહેવાય છે. આ પહેલાં સ્મૃતિ ઈરાની પણ ગમે તે બોલતાં છતાં તેમને કશું નહોતું થતું. ૧૦ વર્ષ સુધી સ્મૃતિનો દબદબો રહ્યો પછી હવે તેના સ્થાને કંગના આવી ગયાં છે. કંગના રણૌત ભાજપના આ નેતાઓની દુ:ખતી રગ પર હાથ મૂકીને બેઠી હોવાનું કહેવાય છે. તેના કારણે વિરોધ છતાં તેને ટિકિટ મળી અને હવે ભાજપને નુકસાનકારક નિવેદનો છતાં કશું થતું નથી. ભાજપ માટે કંગના સાપનો ભારો બની ગઈ છે.

'ઈમર્જન્સી'માં ક્યા સીન કાપવા કહેવાયું ?

ફિલ્મની શરૂઆતમાં સ્પષ્ટતા કરવી પડશે કે, ફિલ્મ સાચી ઘટનાઓ પર આધારિત છે પણ સાચી ઘટનાઓનું નાટયાત્મક રૂપાંતરણ છે.

જવાહલાલ નહેરૂને એવું કહેતા બતાવાયા હતા કે, ચીને આસામને ભારતથી અલગ કરી દીધું છે. આ અંગેના પુરાવા રજૂ ના કરાતાં આ દ્રશ્ય કાઢી દેવાયું છે. 

સંજય ગાંધી અને ભિંડરાનવાલે વચ્ચે સોદાબાજી થતી હોય એ પ્રકારનો સીન પણ કાઢી નંખાયો છે. 

ત્રણ સીનમાંથી ભિંડરાનવાલે માટે વપરાયેલો 'સંત' શબ્દ દૂર કરાયો છે અને ભિંડરાનવાલેનું નામ પણ કાઢી દેવાયું છે. 

એક સીનમાં કેટલાક શિખો એક બસની સામે બિન શિખોની હત્યા કરે છે એ સીન કાઢી નંખાયો છે. 

ઈન્દિરા ગાંધી તત્કાલિન આર્મી ચીફ સાથે ઓપરેશન બ્લુ સ્ટાર અંગે ચર્ચા કરે છે તેમાં ઓપરેશન અર્જુન દિવસે કરવાનો ઉલ્લેખ છે. આ ડાયલોગ સીખોના પાંચમા ગુરૂ ગુરૂ અર્જનના સંદર્ભમાં છે પણ વાસ્તવમાં સીખો કોઈ અર્જુન દિવસ ઉજવતા નથી તેથી આ સીન કાઢી નાંખવા કહેવાયું છે.


Google NewsGoogle News