Get The App

... તો હું મંત્રી પદને લાત મારી દઇશ: NDAના દિગ્ગજ નેતા ચિરાગ પાસવાને કેમ આપ્યું આવું નિવેદન?

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
Union Minister Chirag Paswan


Chirag Paswan Statements: કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાન અવાનવાર પોતાના નિવેદનોના લીધે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમણે પટનામાં અનામત સાથે કોઈ છેડછાડ થવા મુદ્દે ગઠબંધન તોડી દેવાની તૈયારીઓ દર્શાવતાં રાજકારણમાં હડકંપ મચ્યો છે. ચિરાગ પાસવાને નિવેદન આપ્યુ હતું કે, 'હું કોઈપણ ગઠબંધનમાં રહું, કોઈપણ મંત્રી પદ પર રહું, જે દિવસે મને લાગશે કે, બંધારણ કે અનામત સાથે છેતરપિંડી થઈ રહી છે, તે સમયે જ મંત્રી પદને ઠુકરાવી દઈશ.'

ચિરાગ પાસવાને પટનામાં આયોજિત એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે, 'અનામત મુદ્દે કોર્ટ કાયદામાં ફેરફાર કરવાની વાત કરી રહી છે. જેનો વિરોધ મારા પિતાએ કર્યો હતો અને હું પણ તેમના જ માર્ગે છું. તે સમયે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ મારા પિતાની વાત માની હતી, જેમનો હું આભાર માનુ છું. આગામી 28 નવેમ્બરે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં ભવ્ય સ્થાપના દિનનું આયોજન કરવાના છે, જેમાં રેલી પણ નીકળશે.' 

2020ની વાર્તા રિપિટ થશે?

ચિરાગ પાસવાનના આ નિવેદનથી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. અગાઉ પણ ચિરાગ પાસવાન એનડીએ વિરૂદ્ધમાં અનેક નિવેદનો આપી ચૂક્યા છે. જેથી લોક જનશક્તિ પાર્ટી એનડીએ સાથેનું ગઠબંધન તોડવાની અટકળો વેગવાન બની છે. અગાઉ પણ તેમણે 2020ની બિહાર વિધાન સભા ચૂંટણી એનડીએના સાથ વિના લડી હતી.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા NDA સરકારે ગાયને 'રાજ્યમાતા' જાહેર કરી, પશુપાલકોને મળશે આ લાભ

કોંગ્રેસ પર કર્યા પ્રહારો

ચિરાગ પાસવાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, આ પક્ષ માત્ર વોટ બેન્ક માટે જ અનામતનો ઉપયોગ કરે છે. તેણે કોઈ કામ કર્યું નથી. બિહારમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. જેને ધ્યાનમાં રાખતાં પાસવાન તમામ નેતાઓ સાથે મળી રણનીતિ ઘડી રહ્યો છે. પોતાના પક્ષને વધુ મજબૂત બનાવી જનતાનો સાથ મેળવવા પ્રયાસ કરી રહ્યો છે. જે પોતાના પક્ષનું બિહારથી યુપી અને ઝારખંડ સુધી વિસ્તરણ કરવાની તૈયારીમાં છે.

... તો હું મંત્રી પદને લાત મારી દઇશ: NDAના દિગ્ગજ નેતા ચિરાગ પાસવાને કેમ આપ્યું આવું નિવેદન? 2 - image


Google NewsGoogle News