હું શૈલેશ જોડે વાત કરતી હતી અને પપ્પા જાગી ગયા...', 9મા ધોરણના વિદ્યાર્થીની હત્યામાં ચોંકાવનારા ખુલાસા
UP Prayagraj : યુપીના પ્રયાગરાજમાંથી એક હ્રદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ગત શનિવારે રાત્રે 9મા ધોરણના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસ ડોગ સ્કવોડ અને ફોરેન્સિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી. સ્થળ પરથી ચપ્પલ, મોબાઈલ અને પાવડો મળી આવ્યો હતો. જે બાદ પોલીસે એક જ પરિવારના પાંચ લોકોની અટકાયત કરી પૂછપરછ કરતાં યુવકની હત્યાનું રહસ્ય સામે આવ્યું હતું. યુવતીએ કબૂલાત કરી હતી કે તે યુવક સાથે વાત કરતી હતી. ત્યારબાદ તેના પિતા જાગી ગયા અને બંનેને એકસાથે જોઈને ગુસ્સે થઈ ગયા. ત્યારબાદ યુવતીએ જવાનું કહ્યું અને શૈલેષને પકડી લીધો.
લોહીથી લથપથ લાશ ઘરથી 200 મીટર દૂર મળી આવી
આ ઘટનાથી સરાઈ ઈસ્માઈલ લાલાના આખા ગામમાં ચકચાર મચી ગઈ હતી. અશ્વની યાદવે જણાવ્યું કે, શનિવારે સાંજે તેમના પુત્ર શૈલેષને તેમના મોબાઈલ પર કોઈનો ફોન આવ્યો અને તે ઘરની બહાર નીકળી ગયો. કલાકો પછી પણ તે ઘરે પરત ન ફરતાં ફોન કરવામાં આવ્યો હતો પરંતુ તેનો સંપર્ક થઈ શક્યો ન હતો. જ્યારે પરિવાર ગામમાં શોધવા નીકળ્યો ત્યારે રાત્રે 11 વાગ્યાની આસપાસ તેની લોહીથી લથપથ લાશ ઘરથી 200 મીટર દૂર તળાવના કિનારે મળી આવી હતી. માહિતી મળતા જ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પંકજ ત્રિપાઠી ફોર્સ સાથે ત્યાં પહોંચ્યા હતા.
પૂછપરછ દરમિયાન તે વિદ્યાર્થીની ભાંગી પડી હતી
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં વિદ્યાર્થી શૈલેષ યાદવના મોત માથાના ભાગે ગંભીર ઈજા થવાથી થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ કરાવનાર તબીબોનું કહેવું છે કે, માથાના પાછળના ભાગે એક જગ્યાએ એટલી ગંભીર ઈજા થઈ હતી કે, માથામાં ખાડો પડી ગયો હતો. સ્થળ પરથી થોડે દૂર એક મોબાઈલ ફોન, ચપ્પલની જોડી અને કુહાડી મળી આવી હતી. જેના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી. પોલીસે એક જ પરિવારને કસ્ટડીમાં લઈ પૂછપરછ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીની સગીર છે અને પૂછપરછ દરમિયાન તે ભાંગી પડી હતી. તેણે કબૂલાત કરી હતી કે તે શૈલેષ સાથે એક વર્ષથી મોબાઈલ પર વાત કરતી હતી. તેમજ કેટલીકવાર શૈલેષને મળતી પણ હતી.
દીકરી બહુ નાની છે, તેને જવા દો, મને જેલમાં મોકલો
પોલીસે જણાવ્યું કે, વિદ્યાર્થીનીના પિતા પૂછપરછ દરમિયાન કંઈ જ કહેતા ન હતા. તે માત્ર એટલું જ કહેતા હતા કે, મારી દીકરી બહુ નાની છે. તેને જવા દો. મને જેલમાં મોકલી દેજો. તેણે કશું જ નથી કર્યું. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે કિશોરનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ આ ઘટનામાં બેથી ત્રણ લોકોની સંડોવણી હોવાની વાત કરી રહી છે.
દીકરી ચીસો પાડતી રહી પણ પિતાને દયા ન આવી. દિકરીએ કબૂલાત કરી હતી કે તે ઘરની પાછળ શૈલેષ સાથે વાત કરતી હતી. પપ્પા જાગી ગયા અને અમને સાથે જોઈને તે ગુસ્સે થઈ ગયા. મને ત્યાંથી જવાનું કહ્યું અને શૈલેષને પકડી લીધો. હું દોડી, પછી મેં એક ચીસ સાંભળી. તેથી હું 'મમ્મી-મમ્મી' બૂમો પાડતાં પાડતા ઘર તરફ દોડ્યો. પપ્પા શૈલેષને મારતાં હતા.