Get The App

હું કહેતો હતો કે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનું હંમેશા માટે બંધ કરો, પૂર્વ ક્રિકેટર ભડક્યો

Updated: Apr 23rd, 2025

GS TEAM


Google News
Google News
હું કહેતો હતો કે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનું હંમેશા માટે બંધ કરો, પૂર્વ ક્રિકેટર ભડક્યો 1 - image


Pahalgam Terror Attack Virat Kohli and Shreevats Goswami Reaction: મંગળવારે કાશ્મીરના પહલગામના બૈસરન ઘાસના મેદાનમાં થયેલા આ હુમલામાં 27થી વધુ લોકો માર્યા ગયા હતા. તેમજ ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમની હાલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેમાં મોટાભાગના લોકો પ્રવાસી હતા. આ હુમલાને કાશ્મીરમાં થયેલો સૌથી ભયાનક આતંકવાદી હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. આ ઘટના બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર શ્રીવત્સ ગોસ્વામીએ કહ્યું કે, 'ભારતે ક્યારેય પાકિસ્તાન સાથે ક્રિકેટ ન રમવું જોઈએ. શ્રીવત્સ ગોસ્વામીએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટમાં લખ્યું, 'હું હંમેશા એ જ કહું છું. પાકિસ્તાન સાથે ક્રિકેટ ન રમવું જોઈએ. આજે પણ નહીં. ક્યારેય નહીં.' ગોસ્વામી સિવાય ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ પણ આ અંગે અવાજ ઉઠાવ્યો છે. તેણે ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, ગુનેગારોને કડક સજા થવી જોઈએ. 

આ પણ વાંચો : પહલગામ આતંકી હુમલો: ત્રણેય સૈન્ય પ્રમુખ-CDSની સંરક્ષણ મંત્રી સાથે અઢી કલાક બેઠક

નિર્દોષ ભારતીયની હત્યા કરવી તેમની રાષ્ટ્રીય રમત બની ગઈ છે

ગોસ્વામીની પોસ્ટ પરથી ખ્યાલ આવી રહ્યો છે કે, કેટલો ગુસ્સો છે. તેમણે આગળ લખ્યું, 'જ્યારે BCCI અને સરકારે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતને પાકિસ્તાન ન મોકલવાનો નિર્ણય લીધો, ત્યારે કેટલાક લોકોએ હિંમત કરીને કહ્યું કે 'રમત રાજકારણથી ઉપર હોવી જોઈએ'. ખરેખર? કારણ કે જ્યા હું ઉભો છું, ત્યાથી તો આ બધુ દેખાય છે કે, નિર્દોષ ભારતીયની હત્યા કરવી તેમની રાષ્ટ્રીય રમત બની ગઈ છે. અને જો તેઓ આજ રીતે રમશે તો, આપણે પણ તેમની જ ભાષામાં જવાબ આપવો જોઈએ, જે ભાષામાં તેઓ સમજે છે. બેટ અને બોલથી નહીં, પરંતુ સંકલ્પ, ગૌરવ અને શૂન્ય સહિષ્ણુતાથી. હું આક્રોશિત છું, હું ભાંગી પડ્યો છું.

ગોસ્વામીએ આગળ લખ્યું, 'થોડા મહિના પહેલા હું લેજેન્ડ્સ લીગ માટે કાશ્મીરમાં હતો. પહલગામની ગળીઓમાં ફર્યો, ત્યાંના લોકોને મળ્યો છું, તેમની આંખોમાં ફરી નવી આશાઓ જાગી છે જોઈ શકાતી હતી. એવું લાગ્યું કે શાંતિ પાછી આવી ગઈ છે. અને હવે ફરી આ ખૂનખરાબા. આ અંદરથી કંઈક ખાલી કરી નાખે છે. વારંવાર એ સવાલ ઉઠે છે કે, અમારી પાસે કેટલીવાર આશા કરવામાં આવશે કે, અમે ચૂપ રહીએ. કે જ્યારે અમારા લોકો મરી રહ્યા છે. બસ હવે બહુ થયું, આ વખતે નહીં.'

વિરાટ કોહલીએ પણ આક્રોસ વ્યક્ત કર્યો

વિરાટ કોહલીએ પણ આ ઘટનાને હૃદયદ્રાવક ગણાવી હતી અને  ગુનેગારોને કડકમાં કડક સજાની માંગ કરી. વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને લખ્યું, 'પહલગામમાં નિર્દોષ લોકો પર થયેલા જઘન્ય હુમલાથી હું ખૂબ જ દુઃખી છું, શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના છે, હું જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારો માટે શાંતિ અને શક્તિ માટે પ્રાર્થના કરું છું અને આ ક્રૂર કૃત્ય માટે ન્યાયની કામના કરું છું.'

આ પણ વાંચો : આતંકી હુમલાની જાણ બાદ પરત ફરતી વખતે પાકિસ્તાન અંગે PM મોદીએ લીધો હતો મોટો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, કોહલી સિવાય, ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ સહિત લગભગ તમામ ખેલાડીઓએ આ ક્રૂર અને હૃદયદ્રાવક ઘટના પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. આ ઘટના બની ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયામાં હતા. તેમણે પોતાનો પ્રવાસ રદ કર્યો છે, તેઓ તાત્કાલિક ભારત પરત ફર્યા છે. તો ગૃહમંત્રી અમિત શાહ પણ એક્શનમાં આવ્યા છે. તેઓ ગઈકાલે રાત્રે જ કાશ્મીર પહોંચી ગયા છે. 

Tags :