Get The App

બે દીકરા અને પતિના મોત બાદ ડિપ્રેશનમાં હતી, પછી મેં...', રાષ્ટ્રપતિએ પોતાના દુઃખના દિવસોની કરી વાત

- રાષ્ટ્રપતિ મુર્મૂના એક પુત્રનું વર્ષ 2009માં, બીજા પુત્રનું વર્ષ 2013માં અને તેમના પતિનું વર્ષ 2014માં મૃત્યુ થઈ ગયુ હતું

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
બે દીકરા અને પતિના મોત બાદ ડિપ્રેશનમાં હતી, પછી મેં...', રાષ્ટ્રપતિએ પોતાના દુઃખના દિવસોની કરી વાત 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી 2024, બુધવાર

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના દુઃખના દિવસો યાદ કર્યા છે. રાષ્ટ્રપતિ મુર્મૂએ જણાવ્યું કે, યોગ, આધ્યાત્મિકતા અને ધ્યાને તેમની ખૂબ જ મદદ કરી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સાથે ચર્ચા દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મૂએ પોતાના જીવનના અનેક દુ:ખદ પહેલુઓને યાદ કરતા જણાવ્યું કે, તેઓ ખુબ જ મુશ્કેલીથી આ સ્થિતિમાંથી બહાર નીકળી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પેતાના બે દીકરા અને પતિને ગુમાવી ચૂક્યા છે. ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું કે, ક્યારેય પણ તેમણે રાષ્ટ્રપતિ બનવાનું સપનું નહોતુ જોયું.

આધ્યાત્મિકતા અને ધ્યાને મને ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ કરી: રાષ્ટ્રપતિ મુર્મૂ

મંગળવારે મુર્મૂએ કહ્યું હતું કે, તેમના બે દીકરા અને પતિના મોત બાદ આધ્યાત્મિકતા અને ધ્યાને તેને ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ કરી હતી. તેમએ કહ્યું કે, હું રડું છું. મેં ઘણું બધૂ ગુમાવ્યું છે. સારું અને પોતાને જીવંત અનુભવવા માટે મેં યોગ અને ધ્યાન કરવાનું શરૂ કર્યું. કોઈકે મને યોગ કરવાની સલાહ આપી હતી. જો તમારું દિમાગ ખાલી છે તો નકારાત્મકતા તેમાં ઘર કરી જશે. 

 વ્યક્તિએ નકારાત્મકતાથી દૂર રહેવા માટે કામ કરવામાં સમય ખર્ચ કરવો

તેમણે વધુમાં કહ્યું કે, મને અંગત રીતે એવું લાગે છે કે વ્યક્તિએ નકારાત્મકતાથી દૂર રહેવા માટે કામ કરવામાં સમય ખર્ચ કરવો જોઈએ. કેન્દ્રીય મંત્રી ઈરાનીને આપેલ ઈન્ટરવ્યુ 'વર્લ્ડ રેડિયો ડે' એટલે કે 13 ફેબ્રુઆરીના રોજ પ્રસારિત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મૂના એક પુત્રનું વર્ષ 2009માં, બીજા પુત્રનું વર્ષ 2013માં અને તેમના પતિનું વર્ષ 2014માં મૃત્યુ થઈ ગયુ હતું.

રાષ્ટ્રપતિ બનવા પર શું બોલ્યા

આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે, હું મારા ગામની એક સાધારણ મહિલા હતી અને જામફળ અને કેરીની ચોરી કરતી હતી અને તળાવમાં નહાતી હતી. મેં ક્યારેય રાષ્ટ્રપતિ કે અન્ય કોઈ અધિકારી બનવા વિશે નહોતું વિચાર્યું. મારી દાદીએ મને શિક્ષણ અને લક્ષ્ય હાંસલ કરવા માટે માર્ગમાં મારા સંઘર્ષના મહત્વનો અનુભવ કરાવ્યો હતો. 

લોકો ભૌતિક સુખ અને સંપત્તિ મેળવવાની દોડમાં: રાષ્ટ્રપતિ મુર્મૂ

ગુજરાતના વલસાડ જિલ્લામાં જૈન ધર્મ સાથે સંકળાયેલા આધ્યાત્મિક કેન્દ્ર શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર ખાતે એક સભાને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે આજે મોટાભાગના લોકો ભૌતિક સુખ અને સંપત્તિ મેળવવાની દોડમાં લાગેલા છે જેનો કોઈ સુખદ અંત નથી થવાનો. તેમણે કહ્યું કે, આ લોકો ભૂલી ગયા છે કે, તેમને જીવનમાં વાસ્તવમાં શું જોઈએ છે. આપણે આપણી આધ્યાત્મિક સંપત્તિને ધીમે-ધીમે  ભૂલી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, આપણે એ યાદ રાખવું જોઈએ કે પૈસા કમાવવાની સાથે-સાથે માનસિક શાંતિ, સંયમ અને નૈતિકતા પણ જરૂરી છે.


Google NewsGoogle News