હું RSSનો સદસ્ય હતો અને છું...: વિદાય ભાષણમાં કોલકાતા હાઇકોર્ટના જજ ચિત્તરંજન દાસનું નિવેદન
Image: Freepik
Judge Chittaranjan Das: કોલકાતા હાઈકોર્ટના જજ પદેથી સોમવારે નિવૃત્ત થયેલા જસ્ટિસ ચિત્તરંજન દાસે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સભ્ય હતા. હાઈકોર્ટમાં જજ અને બાર સભ્યોની હાજરીમાં પોતાના વિદાય સમારોહને સંબોધિત કરતા તેમણે આ વાત કરી. જસ્ટિસ દાસે કહ્યું કે જો સંગઠન તેમને કોઈ પણ મદદ કે કોઈ કાર્ય માટે બોલાવે છે તો જેમાં તે સક્ષમ છે તો તે સંગઠનમાં પાછા જવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે અમુક લોકોને ભલે સારું ન લાગે, મને એ સ્વીકાર છે કે હુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સભ્ય હતો અને છુ.
જસ્ટિસ દાસ ટ્રાન્સફર પર ઓડિશા હાઈકોર્ટથી કોલકાતા હાઈકોર્ટ આવ્યા હતા. તેમણે કહ્યું કે સંગઠનના મારી પર ખૂબ ઉપકાર છે. હુ બાળપણથી લઈને યુવાન અવસ્થા સુધી ત્યાં રહ્યો છુ. જસ્ટિસ દાસે કહ્યું, મે સાહસી, ઈમાનદાર હોવુ અને બીજા પ્રત્યે સમાન દ્રષ્ટિકોણ રાખવાનું શીખ્યું. સાથે જ દેશભક્તિની ભાવના અને કાર્યના પ્રત્યે પ્રતિબદ્ધતા વિશે શીખ્યુ છે. દાસે કહ્યું કે તેમણે પોતાના કામના કારણે લગભગ 37 વર્ષ સુધી સંગઠનથી અંતર રાખ્યું છે.
સભ્યપદનો ઉપયોગ કરિયરમાં પ્રગતિ માટે નહીં
જસ્ટિસ દાસે કહ્યું, મે ક્યારેય પણ સંગઠનના સભ્યપદનો ઉપયોગ પોતાના કરિયરમાં પ્રગતિ માટે કર્યો નથી કેમ કે આ તેના સિદ્ધાંતો વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે તેમણે તમામની સાથે સમાન વ્યવહાર કર્યો. ભલે તે કોઈ અમીર વ્યક્તિ હોય, ભલે તે કોમ્યુનિસ્ટ હોય કે ભાજપ, કોંગ્રેસ કે તૃણમુલ કોંગ્રેસ સાથે હોય. જસ્ટિસ દાસે કહ્યું, મારી સામે સૌ સમાન છે, હુ કોઈના માટે કે કોઈ રાજકીય દર્શન કે તંત્ર માટે કોઈ પૂર્વાગ્રહ રાખતો નથી. તેમણે કહ્યું કે મે મારા જીવનમાં કંઈ પણ ખોટું કર્યું નથી. તેથી મારામાં એ કહેવાનું સાહસ છે કે હું સંગઠન સાથે જોડાયેલો છુ કેમ કે એ પણ ખોટું નથી.