Get The App

શિંદે બાજુમાં જ બેઠા હતા અને મુખ્યમંત્રીના સવાલ પર ફડણવીસનો જવાબ સાંભળી બધા ચોંક્યા

Updated: Oct 28th, 2024


Google News
Google News
શિંદે બાજુમાં જ બેઠા હતા અને મુખ્યમંત્રીના સવાલ પર ફડણવીસનો જવાબ સાંભળી બધા ચોંક્યા 1 - image


Maharashtra Election 2024: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહાવિકાસ અઘાડીને પણ અત્યાર સુધી મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર ન કરવા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ ફડણવીસનું કહેવું છે કે, 'જો જનતા મને સીએમ તરીકે જુએ છે તો તે સમસ્યા નહીં પરંતુ ઉકેલ છે.' મહારાષ્ટ્રમાં ઉમેદવારોની જાહેરાતનો રાઉન્ડ ચાલી રહ્યો છે. રાજ્યમાં 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે.

લોકો મને સીએમ તરીકે જુએ છે તો તે સમસ્યા નથી: ફડણવીસ

ચૂંટણી કોન્ક્લેવમાં દેવેન્દ્ર ફડણવીસ કહ્યું કે, 'તમે મારો પરિચય કરાવ્યો ત્યારે તમે કહ્યું કે દેવેન્દ્ર જી, લોકો તમને સીએમ માને છે, આ લોકોની સમસ્યા છે. હું આને સમસ્યા નહીં પણ ઉકેલ માનું છું. આનો અર્થ એ નથી કે હું સીએમ બનવાનો છું. માત્ર એટલું જ કહેવા માંગુ છું કે તેને સમસ્યા તરીકે ન લો.'

તેમણે એમ પણ કહ્યું કે,'એકનાથ શિંદે સીએમ છે અને મહાયુતિને ઉમેદવાર જાહેર કરવાની કોઈ જરૂર નથી. મુખ્યમંત્રી કોણ બનશે તેની જાહેરાત ચૂંટણી પછી કરવામાં આવશે. અમે ત્રણ મોટા પક્ષો છીએ, સીએમ એકનાથ શિંદે શિવસેનાના વડા છે, અજિત પવાર એનસીપીના વડા છે અને અમારું સંસદીય બોર્ડ નક્કી કરશે કે મહારાષ્ટ્રના સીએમ કોણ હશે.'

દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું, 'પરંતુ અમને ચિંતા નથી, કારણ કે અમારી પાસે અમારા સીએમ એકનાથ શિંદે છે, જે અમારી સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. એકનાથ શિંદે સરકાર પહેલેથી જ જમીન પર કામ કરી રહી છે.

આ પણ વાંચો: ભાજપથી નારાજ નીતિશ કુમાર આકરા પાણીએ, આજે બોલાવી NDAની બેઠક, શું છે મામલો?

નાયબ મુખ્યમંત્રીએ એમવીએ પર કટાક્ષ કર્યો, 'મહા વિકાસ અઘાડી મુખ્યમંત્રીની જાહેરાત નથી કરી રહી કારણ કે તેમને નથી લાગતું કે ચૂંટણી પછી તેમના મુખ્યમંત્રી આવશે.અમે ન તો મૂંઝવણમાં છીએ કે ન તો ચિંતિત છીએ. સમસ્યા MVA સાથે છે. લોકોએ તેમને પૂછવું જોઈએ કે તેમનો સીએમ ચહેરો કોણ હશે. સીએમનો પ્રશ્ન તેમના માટે છે, મહાયુતિ માટે નથી.'

નાગપુર દક્ષિણ-પશ્ચિમથી ચૂંટણી ફડણવીસ લડશે

ભાજપના વરિષ્ઠ નેતા ફડણવીસે શુક્રવારે નાગપુર દક્ષિણ-પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાંથી ઉમેદવારી પત્ર ભર્યું છે. આ તેમની છઠ્ઠી વિધાનસભા ચૂંટણી છે. તેઓ 1999થી ધારાસભ્ય છે. ઉમેદવારી નોંધાવતા પહેલા ફડણવીસ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરી સાથે શહેરના બંધારણ ચોકથી આકાશવાણી ચોક સુધી રોડ શો કર્યો હતો.

શિંદે બાજુમાં જ બેઠા હતા અને મુખ્યમંત્રીના સવાલ પર ફડણવીસનો જવાબ સાંભળી બધા ચોંક્યા 2 - image

Tags :
Eknath-ShindeDevendra-Fadnavismaharashtra-election-2024

Google News
Google News