Get The App

હજુ લડો અંદરોઅંદર: દિલ્હીના પરિણામો બાદ I.N.D.I.A.ના નેતાનો આપ-કોંગ્રેસ પર કટાક્ષ

Updated: Feb 8th, 2025


Google News
Google News
હજુ લડો અંદરોઅંદર: દિલ્હીના પરિણામો બાદ I.N.D.I.A.ના નેતાનો આપ-કોંગ્રેસ પર કટાક્ષ 1 - image

Omar Abdullah on Delhi Assembly results : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાલના વલણમાં આમ આદમી પાર્ટીની હાર નિશ્ચિત મનાઈ રહી છે. ચૂંટણી પંચની વેબસાઈટ પર આપવામાં આવેલા હાલના આંકડા અનુસાર ભાજપ આગળ ચાલી રહી છે. હવે આ ચૂંટણી પરિણામોને લઈને INDIA ગઠબંધનમાં આંતરિક ઝઘડાની શરૂઆત થઇ ગઈ છે. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ પરિણામોને લઈને ગુસ્સે ભરાયા છે. તેમણે હારનું કારણ ગઠબંધનના અભાવને જણાવ્યું છે. તેમને એક મીમ શેર કર્યું હતું જેમાં એક સાધુ કહે છે કે, 'હજુ લડો અંદરોઅંદર, સમાપ્ત કરીદો એકબીજાને.' આ રીતે તેમણે હારનું ઠીકરું કોંગ્રસ પર ફોડ્યું હતું.         

ઓમર અબ્દુલ્લાએ હારનું ઠીકરું કોંગ્રેસ પર ફોડ્યું 

તેમનું માનવું છે કે, 'ગઠબંધન ન હોવાથી આવું પરિણામ આવ્યું છે. અન્યથા જો એકતા હોત તો ભાજપને પડકાર ફેંકી શકાયો હોત.' તો બીજી તરફ ઓમર અબ્દુલ્લાની આ ટીપ્પણી પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે કહ્યું હતું કે, 'અબ્દુલ્લાને જે કહેવું હોત તે કહે, પરંતુ તેમણે એ સમજવું જોઈએ કે, કોંગ્રેસ ચૂંટણી લડવાનું બંધ તો નહી કરે. આ અમારો અધિકાર છે અને લોકશાહીમાં બધા એ ચૂંટણી લડવી જ જોઈએ.' અહીં તમને જણાવી દઈએ કે, ચૂંટણીના થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટી અને કોગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને ચર્ચા થઇ હતી. પરંતુ તે પરિણામમાં પરિણમી નહી. આખરે બંને અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા.      

આ પણ વાંચો : Delhi Election Results LIVE: ભાજપની જંગી બહુમતી, કોંગ્રેસનું ખાતું પણ ન ખૂલ્યું

અરવિંદ કેજરીવાલ ખુદ નવી દિલ્હી બેઠક પરથી પાછળ    

અહીં રસપ્રદ વાત એ છે કે, હાલ ભાજપ આગળ ચાલી રહી છે. ચૂંટણી આયોગના વલણમાં પણ ભાજપને બહુમત મળી ચૂક્યું છે. અરવિંદ કેજરીવાલ ખુદ નવી દિલ્હી બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે. જ્યારે જંગપુરામાં મનીષ સિસોદિયા પણ હાલ સુધીમાં પાછળ છે. કાલકાજી બેઠક પર હાલના દિલ્હી મુખ્યમંત્રી આતિશી પણ પાછળ ચાલી રહ્યા છે. આ જ નહી પહાડગંજ, ઓખલા, બાદલી, લક્ષ્મીનગર જેવી મહત્ત્વપૂર્ણ બેઠકો પર આમ આદમી પાર્ટી સતત પાછળ ચાલી રહી છે.હજુ લડો અંદરોઅંદર: દિલ્હીના પરિણામો બાદ I.N.D.I.A.ના નેતાનો આપ-કોંગ્રેસ પર કટાક્ષ 2 - image


 

Tags :
Delhi-Assembly-resultsOmar-AbdullahAAPCongressINDIA-Alliance

Google News
Google News