મારી કારમાં Paytm FASTag છે, તો હવે હું શું કરું ? જાણી લો તેનો જવાબ
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 01 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર
ભારતીય રિઝર્વ બેન્કે અમુક નિયમોનું પાલન ન કરવાના કારણે Paytm ને Paytm પેમેન્ટ્સ બેન્ક ખાતામાં કોઈ પણ રૂપિયા જમા લેવા પર રોક લગાવી છે. એનો અર્થ એ થયો કે તમે પોતાના Paytm વોલેટ કે FASTag ખાતામાં કોઈ રૂપિયા નાખી શકશો નહીં. નેશનલ હાઈવે ઓથોરિટી હેઠળ ભારતીય હાઇવે મેનેજમેન્ટ કંપની (IHMCL) એ પણ Paytm ને નવા FASTag જારી કે રજિસ્ટર કરવા પર રોક લગાવી દીધી છે.
ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ અમુક નિયમોનું પાલન ન કરવાના કારણે Paytm પેમેન્ટ બેન્ક પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેનો અર્થ એ થયો કે તમે 29 ફેબ્રુઆરી 2024 સુધી Paytmમાં નવા FASTag બનાવી શકશો નહીં અને પોતાના વોલેટમાં રૂપિયા નાખી શકશો નહીં. જૂના રૂપિયાનો ઉપયોગ તો કરી શકશો પરંતુ નવા રૂપિયા નાખવા શક્ય નથી.
Paytm FASTag યુઝર્સે શું કરવુ?
અત્યારે Paytmથી કોઈ જવાબ આવ્યો નથી કે તેઓ પોતાની FASTag સેવા બંધ કરશે કે નહીં પરંતુ જો તે બંધ કરી દે છે તો આશા છે કે તમારા FASTagમાં બચેલા રૂપિયા તમારા બેન્ક ખાતામાં પાછા આવી જશે. અત્યાર માટે તમે પોતાના Paytm FASTagનો ઉપયોગ કરી શકો છો. જ્યાં સુધી Paytm પોતાની FASTag સેવા બંધ કરવાનું એલાન કરતા નથી ત્યાં સુધી તમે પોતાના FASTagમાં હાજર રૂપિયાનો ઉપયોગ ટોલ પ્લાઝા પર કરી શકો છો.
કારમાં Paytm FASTag છે તો શું કરવુ
Paytm FASTag બંધ થઈ જાય છે તો નવુ ટેગ ખરીદવુ જોઈએ અને જે ટેગ છે તેને ડિએક્ટિવેટ કરી દેવુ જોઈએ. પેટીએમ સિવાય તમે ફોનપે, ગૂગલપે કે પછી કોઈ પણ બેન્કથી તમે ફાસ્ટેગ બનાવી શકો છો. જો તમારી પાસે પેટીએમ ફાસ્ટેગ નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.