દીકરીના કહેવાથી ચીફ જસ્ટિસ ચંદ્રચુડ બન્યા વીગન, સિલ્ક અને ચામડાની વસ્તુઓ ખરીદવાનું બંધ કર્યું

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
CJI DY Chandrachud


CJI DY Chandrachud: સોમવારે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે એક કાર્યક્રમમાં વીગન બનવા પાછળનું કારણ શેર કર્યું હતું. ચીફ જસ્ટિસે કહ્યું કે, 'હું મારી દીકરીના કહેવાથી વીગન બન્યો છું અને  અમને ક્રૂરતા મુક્ત જીવન જીવવા માટે પ્રેરણા આપી છે. આથી હવે હું અને મારી પત્ની સિલ્ક કે ચામડાની બનેલી વસ્તુઓ ખરીદતા નથી.'

ડેરી ઉત્પાદનો અને મધ પણ છોડી દીધું

ચીફ જસ્ટિસે કહ્યું કે, 'મારી બે દીકરીઓ છે, પ્રિયંકા અને માહી, જેઓ દિવ્યાંગ છે. હું જે પણ કરું છું તેમાં તે મને પ્રેરણા આપતી રહે છે. હું તાજેતરમાં વીગન બન્યો છું. કારણ કે મારી પુત્રીએ કહ્યું હતું કે આપણે ક્રૂરતા મુક્ત જીવન જીવવું જોઈએ. મે પહેલા ડેરી ઉત્પાદનો અને મધનો ત્યાગ કરીને અને સંપૂર્ણ શાકાહારી આહાર અપનાવ્યો હતો અને ત્યારબાદ વીગન બન્યો છું. જો કે, મારી પુત્રીઓએ મને કહ્યું કે આ પૂરતું નથી. એ પણ ખાતરી કરવી જરૂરી છે કે તમે એવું કઈ નથી પહેર્યુંને કે જેનું ઉત્પાદન કરવામાં ક્રૂરતા કરવામાં આવી હોય.'

આ બંને યુવતીઓ છે ઉત્તરાખંડના 

જસ્ટિસ ચંદ્રચુડે જયારે તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે 2015માં તેમને દત્તક લીધા હતા. તેમજ ઉત્તરાખંડમાં આ બે યુવતીઓ જે ગામની હતી, ત્યાં યોગ્ય શાળા નહોતી અને તેણે અલ્હાબાદમાં પોતાના ઘરે તેમના શિક્ષણની વ્યવસ્થા કરી હતી. બાદમાં, જ્યારે તે દિલ્હી શિફ્ટ થયા, ત્યારે તેમણે શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. 

આ પણ વાંચો: 'મને મુખ્યમંત્રી બનાવ્યો હોત તો આખી NCP..', શિન્દે-ફડણવીસ સામે અજિત પવારનું દર્દ છલકાયું!

વીગન ડાયટ શું છે?

વીગન આહારમાં માંસ અને ઈંડાની સાથે દૂધ, દહીં, ઘી, માવા, પનીર જેવા ડેરી ઉત્પાદનોનું સેવન કરવામાં આવતું નથી. આ આહારમાં માત્ર અનાજ, શાકભાજી, ફળો, કઠોળ અને સૂકામેવા જ ખાઈ શકાય છે. તેમજ ચીઝ, માખણ, દૂધ, દહીં, મધ જેવી વસ્તુઓ વસ્તુઓ નથી ખાતા.  

દીકરીના કહેવાથી ચીફ જસ્ટિસ ચંદ્રચુડ બન્યા વીગન, સિલ્ક અને ચામડાની વસ્તુઓ ખરીદવાનું બંધ કર્યું 2 - image


Google NewsGoogle News