'મારે હવે જીવવું નથી' રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગેએ ભાવુક થઈને કેમ આવું કહ્યું?
Image : Twitter (file pic) |
Mallikarjun Kharge: સંસદ સત્રમાં આજે (31 ઓગસ્ટ) કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું એક અલગ જ રૂપ જોવા મળ્યું હતું. રાજ્યસભામાં વિપક્ષી નેતા અચાનક જ ભાવુક થઈ ગયા હતા. વાત એવી છેકે મંગળવારે (30 ઓગસ્ટ) રાજ્યસભામાં ભાજપના નેતા ઘનશ્યામ તિવારીએ મલ્લિકાર્જુન ખડગેના નામ પર ટિપ્પણી કરી હતી જેના કારણે કોંગ્રેસ અધ્યક્ષ ખૂબ જ દુ:ખી નજર આવ્યા હતા. આ અંગે આજે ગૃહમાં પોતાના વિચારો રજૂ કરતી વખતે ખડગે ભાવુક થઈને કહ્યું કે 'હું હવે આ વાતાવરણમાં રહી શકતો નથી.
ખડગેએ ભાવુક મને ગૃહમાં વાત કરી
અગાઉ ભાજપ સાંસદ ઘનશ્યાન તિવારીએ મલ્લિકાર્જુન ખડગેના નામ પર કેટલીક ટિપ્પણીઓ કરી હતી અને તેમના પર પરિવારવાદનો આરોપ લગાવ્યો હતો. આજે જ્યારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે મલ્લિકાર્જુન ખડગે પોતાની બેઠક પરથી ઉભા થયા અને કહ્યું કે 'મારા માતા-પિતાએ મારુ નામ ખૂબ જ સમજી વિચારીને પસંદ કર્યું છે. મારા પિતા ઈચ્છતા હતા કે મારુ નામ 12 જ્યોતિર્લિંગોમાંનું એક હોય. ઘનશ્યામ તિવારીને મારા નામ સાથે શું સમસ્યા છે કે આવું કહ્યું?' આ ઉપરાંત પરિવારવાર વાદના આરોપનો જવાબ આપતા કહ્યું હતું કે 'હું મારા પરિવારમાંથી રાજકારણમાં આવનાર પહેલો સદસ્ય છું. હું રાજનીતિમાં પ્રથમ પેઢી છું. મારી પહેલા મારા પિતા અને માતા નહોતા. મારી માતા પછી મારા પિતાએ મને ઉછેર્યો. તેમના આશીર્વાદથી હું અહીં પહોંચ્યો છું.'
મારે આ માહોલમાં નથી જીવવું
રાજ્યસભામાં પોતાના વિચારો રજૂ કરતી વખતે ખડગે ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે 'મારે આ વાતાવરણમાં વધુ જીવવું નથી.' આના પર અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે 'તમે લાંબુ જીવશો, તમે વધુ આગળ વધશો. ખડગેએ વધુમાં કહ્યું કે 'મને ખરાબ લાગ્યું કે તિવારીજીએ કહ્યું કે હું પરિવારવાદમાંથી છું. મલ્લિકાર્જુન એ શિવનું નામ છે. તે 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. મારા પિતાએ ઘણું વિચારીને મારું નામ આપ્યું હતું. પરંતુ મારા પરિવારમાંથી માત્ર હું જ રાજકારણમાં આવ્યો છું. મને ખબર નથી કે તેમની સમસ્યા શું છે. તમે મારા વિશે આવું કેમ કહ્યું?