Get The App

'હું આતંકી કે ઘોષિત અપરાધી નથી...' કેજરીવાલની જામીન અરજી પર હાઈકોર્ટે CBIથી માગ્યો જવાબ

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
'હું આતંકી કે ઘોષિત અપરાધી નથી...' કેજરીવાલની જામીન અરજી પર હાઈકોર્ટે CBIથી માગ્યો જવાબ 1 - image


Image: Facebook

Delhi Liquor Policy Case: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર હાઈકોર્ટે સીબીઆઈને નોટિસ જારી કરતાં જવાબ માગ્યો છે. કથિત દારૂ કૌભાંડથી જોડાયેલા કેસમાં ધરપકડ કરવામાં આવેલી કેજરીવાલની અરજી પર હવે 17 જુલાઈએ સુનાવણી થશે. ગુરુવારે કેજરીવાલની અરજી પર સંક્ષિપ્ત સુનાવણી થઈ. આ દરમિયાન કેજરીવાલે પોતાના માટે રાહતની માગ કરતા એ પણ કહ્યું કે તે કોઈ આતંકવાદી નથી.

જામીન મળી ગયા હતા પરંતુ હાઈકોર્ટે તેની પર રોક લગાવી દીધી હતી. તે બાદ તેમણે સીબીઆઈએ ધરપકડ કરી લીધી હતી. કેજરીવાલે બુધવારે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો. 

જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેન્ચની સામે કેજરીવાલ તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી અને વિક્રમ ચૌધરીએ દલીલો મૂકી. સિંઘવીએ કહ્યું, મને ઈડી કેસમાં ટ્રાયલ કોર્ટમાંથી જામીન મળી ગયા અને તે બાદ જ મારી ધરપકડ કરી લેવાઈ. હુ કોઈ ઘોષિત અપરાધી કે આતંકવાદી નથી. હુ થોડી વચગાળાની રાહત માગી રહ્યો છું. સીબીઆઈના વકીલ એડવોકેટ ડીપી સિંહે જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું, તેમણે ધરપકડને પડકાર આપ્યો છે આ પહેલેથી પેન્ડિંગ છે. જામીન માટે પહેલી કોર્ટ ટ્રાયલ કોર્ટ હોવી જોઈએ.  

હાઈકોર્ટે કહ્યું, અરજીકર્તા ટ્રાયલ કોર્ટ ગયા વિના સીધા અહીં આવી ગયા છે. આ દલીલ પર આગળ વિચાર કરવામાં આવશે. સીબીઆઈને એક અઠવાડિયામાં પોતાનો જવાબ આપવાનો છે. કેજરીવાલની સીબીઆઈએ 26 જૂને ન્યાયિક કસ્ટડીમાં રહેતા ધરપકડ કરી હતી. જે બાદ તેમને કોર્ટની પરવાનગીથી ત્રણ દિવસ રિમાન્ડ પર રાખવામાં આવ્યા. તેમણે પોતાની ધરપકડ અને રિમાન્ડને હાઈકોર્ટમાં પડકાર આપ્યો. બાદમાં જામીનની અરજી પણ દાખલ કરી. 


Google NewsGoogle News