“હું પુરુષ છું, મને ED-CBI પણ ના સ્પર્શી શકે”: TMC ના ધારાસભ્ય
નવી મુંબઈ,તા.23 સપ્ટેમ્બર 2022,શુક્રવાર
બંગાળમાં સત્તારૂઢ TMC કોંગ્રેસના ધારાસભ્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ધારાસભ્યનું નામ ઈદ્રીસ અલી છે.
સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં TMC ના ધારાસભ્યના કુર્તા પર એક સ્લોગન લખ્યું છે કે, હું એક પુરુષ છું, ED અને CBI મને સ્પર્શ નહીં કરી શકે. અલીએ આ લખીને ભાજપના ધારાસભ્ય અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી પર કટાક્ષ કર્યો છે.
મહત્વનું છે કે,આ વર્ષે 13 માર્ચે ભાજપની નવાન્ન ચલો રેલી દરમિયાન અટકાયત કરાયેલા શુભેન્દુ અધિકારીનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે એક મહિલા પોલીસકર્મીને કહેતા જોવા મળ્યા કે, મારા શરીરને સ્પર્શશો નહીં, કારણ કે તમે એક મહિલા છો. તેમના આ નિવેદનના આધારે તૃણમૂલના ધારાસભ્યએ તેમનું નામ લીધા વિના તેમને ટોણા માર્યા છે.