હું મોટો નેતા, પબ્લિકમાં હાથ ન જોડી શકું, ભાજપના વિજયવર્ગીયનું નિવેદન - અન્ય કેન્દ્રીય મંત્રીઓને પણ ધારાસભ્યની ટિકિટ

ભાજપના કાર્યકરો અને સભાને સંબોધતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે - પાર્ટીએ ભલે ટિકિટ આપી પણ, હું ઈમાનદારીથી કહું તો અંદરથી ખુશ નથી

તેમણે કહ્યું કે મેં આ ચૂંટણી દરમિયાન દરરોજ આઠ જાહેર સભાની યોજના બનાવી હતી જેમાં હેલિકોપ્ટરથી પાંચ, કારથી ત્રણ બેઠકો સામેલ હતી પણ જેવું તમે વિચારો છો તેવું હંમેશા થતું નથી

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
હું મોટો નેતા, પબ્લિકમાં હાથ ન જોડી શકું, ભાજપના વિજયવર્ગીયનું નિવેદન - અન્ય કેન્દ્રીય મંત્રીઓને પણ ધારાસભ્યની ટિકિટ 1 - image

ભાજપે (BJP)એ સોમવારે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી (Madhya Pradesh Election 2023) માટે તેના ઉમેદવારોની બીજી યાદી (BJP Candidate list) પણ જાહેર કરી દીધી. 39 ઉમેદવારોની આ યાદીમાં ભાજપે ઈન્દોર-1  (Indor seat candidate) સીટ પરથી તેમના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયને મેદાને ઉતાર્યા છે. દરમિયાન વિજયવર્ગીયએ આ મામલે એવી ટિપ્પણી કરી તેઓ ચર્ચામાં આવી ગયા. 

શું કહ્યું કૈલાશ વિજયવર્ગીયએ? 

ટિકિટ મળ્યાં બાદ ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે પાર્ટીએ મને ટિકિટ ભલે આપી પણ ઈમાનદારીથી કહું તો હું અંદરથી ખુશ નથી કેમ કે હું ચૂંટણી લડવા નથી માગતો, એક ટકા પણ નહીં. તેમણે કહ્યું કે એક માઈન્ડસેટ હોય છે, ચૂંટણી લડવાનો. હું જઉં......ભાષણ આપું... હવે મોટા નેતા થઈ ગયા, હવે ક્યાં હાથ જોડવા જઈશું... એટલે ભાષણ આપીશું અને નીકળી જઈશું... અમે તો આવું જ વિચાર્યું હતું. 

હું ચૂંટણી લડું એ ભગવાનની ઈચ્છા 

તેમણે કહ્યું કે મેં આ ચૂંટણી દરમિયાન દરરોજ આઠ જાહેર સભાની યોજના બનાવી હતી જેમાં હેલિકોપ્ટરથી પાંચ, કારથી ત્રણ બેઠકો સામેલ હતી. પણ જેવું તમે વિચારો છો તેવું હંમેશા થતું નથી. એટલા માટે આ ભગવાનની ઈચ્છા હતી કે હું ચૂંટણી લડું. મને તો વિશ્વાસ જ થઇ રહ્યો નથી કે મને ટિકિટ મળી છે અને હું દાવેદાર છું. મારી ઈચ્છા નહોતી પણ પાર્ટીના નેતાઓએ મને કહ્યું અને અમુક નિર્દેશ આપ્યા. હું અસમંજસમાં હતો અને જાહેરાત બાદ હું આશ્ચર્યચકિત થઇ ગયો. હું સૌભગ્યાશાળી છું કે મને આ તક મળી.

ભાજપની બીજી યાદીમાં ત્રણ કેન્દ્રીયમંત્રીઓને બનાવાયા ઉમેદવાર

ઉલ્લેખનીય છે કે ભાજપની બીજી યાદીમાં ત્રણ કેન્દ્રીયમંત્રીઓ પણ સામેલ છે. તેમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર (narendra singh tomar), ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ રાજ્યમંત્રી (MoS) પ્રહ્લાદ સિંહ જોશી (prahlad singh Joshi) અને ગ્રામીણ વિકાસ તથા ઈસ્પાત રાજ્યમંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે સામેલ છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી યોજાશે. 


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News