Get The App

રાઈફલ રાખે છે અસદુદ્દીન ઓવૈસી: 10 વર્ષમાં 19 કરોડ રૂપિયા વધી સંપત્તિ

Updated: Apr 22nd, 2024


Google NewsGoogle News
રાઈફલ રાખે છે અસદુદ્દીન ઓવૈસી: 10 વર્ષમાં 19 કરોડ રૂપિયા વધી સંપત્તિ 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીમાં હૈદરાબાદ બેઠક સૌથી ચર્ચિત બેઠકોમાંથી એક છે, કારણે આ બેઠકથી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસી ચાર વખત સાંસદ રહ્યા છે અને તેઓ ફરી અહીંથી જ ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ આ વખતે ભાજપના (BJP) ઉમેદવાર માધવી લતા તેમને ટક્કર આપે તેવું લાગી રહ્યું છે. આ વિસ્તાર એઆઈએમઆઈનો ગઢ માનવામાં આવે છે. આ બેઠકથી અસદુદ્દીન ઓવૈસીએ ઉમેદવારી પત્ર ભરી દીધું છે. આ દરમિયાન તેમના એફિડેવિટમાં ઘણી રસપ્રદ માહિતી સામે આવી છે. તો ચાલો જાણીએ કે, તેમની પાસે કેટલી સંપત્તિ છે.

અસદુદ્દીન ઓવૈસીની સંપત્તિ વધી કે ઘટી?

એઆઈએમઆઈના નેતા અસદુદ્દીન ઓવૈસીએ તેમના એફિડેવિટમાં કુલ 23.87 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. 2019ની ચૂંટણીમાં તેમણે કુલ 17.90 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. અસદુદ્દીન ઓવૈસી પાસે 2014માં કુલ 4.06 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. છેલ્લા 10 વર્ષમાં તેમની સંપત્તિમાં પાંચ ગણો વધારો થયો છે.

એઆઈએમઆઈના નેતાની વાર્ષિક આવક

એઆઈએમઆઈના નેતા અસદુદ્દીન ઓવૈસીની આવકની વાત કરીએ તો વર્ષ 2018-19માં તેમની કુલ આવક 13.21 લાખ રૂપિયા હતી. વર્ષ 2019-20માં વધીને 35.50 લાખ રૂપિયા થઈ હતી. વર્ષ 2020-21માં આવકમાં ઘટાડો થયો હતો અને કુલ 24.84 લાખ રૂપિયા રહી હતી. વર્ષ 2021-22માં આવક વધી અને તે 24.96 લાખ રૂપિયા થઈ હતી. વર્ષ 2022-23માં તેમની આવક ઘટીને 22.03 લાખ રૂપિયા થઈ ગઈ હતી.

કેટલી રોકડ રકમ છે?

અસદુદ્દીન ઓવૈસીના એફિડેવિટ અનુસાર, હાલમાં તેમની પાસે 2 લાખ રૂપિયા રોકડા છે. તેમની પત્ની ફરહીન પાસે 50 હજાર રૂપિયાની રોકડ છે. તેમના ત્રણ બેંક ખાતામાં 1.56 લાખ રૂપિયા જમા છે અને પત્નીના બેંક ખાતામાં 1.30 લાખ રૂપિયા જમા છે. ફરહીન પાસે 20 તોલા સોનાના ઘરેણા છે જેની કિંમત 14.41 લાખ રૂપિયા છે.

ઓવૈસી પિસ્તોલ-રાઈફલ રાખે છે

હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી પાસે પિસ્તોલ અને રાઈફલ પણ છે. એક NP 22 બોર પિસ્તોલ છે જેની કિંમત 1 લાખ રૂપિયા છે, જ્યારે બીજી NP 30 બોર  રાઈફલ છે જેની કિંમત પણ 1 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત તેમની પાસે કુલ 2.96 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. રંગારેડ્ડી જિલ્લાના રાજેન્દ્રનગર વિસ્તારમાં ઘર છે, જેની વર્તમાન બજાર કિંમત 14.75 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 

આવકનો સ્ત્રોત શું છે?

અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાંથી મળેલા પગારને તેમની આવકનો સ્ત્રોત ગણાવ્યો છે. અસદુદ્દીન ઓવૈસીએ 1994માં લંડનના લિંકન્સ ઈનમાંથી એલએલબીની ડિગ્રી મેળવી હતી. અસદુદ્દીન ઓવૈસીને ત્રણ સંતાનો છે.

રાઈફલ રાખે છે અસદુદ્દીન ઓવૈસી: 10 વર્ષમાં 19 કરોડ રૂપિયા વધી સંપત્તિ 2 - image


Google NewsGoogle News