VIDEO: અલ્લૂ અર્જુનના દાવા પર હૈદરાબાદ પોલીસનો પલટવાર, જાહેર કર્યા સંધ્યા થિયેટરના CCTV ફુટેજ
Allu Arjun: હૈદરાબાદ શહેર પોલીસે રવિવારે સંધ્યા થિયેટરના સીસીટીવી ફુટેજ જાહેર કર્યા. જ્યાં 4 ડિસેમ્બરે અલ્લૂ અર્જુન પોતાની ફિલ્મ 'પુષ્પા 2'ના પ્રીમિયર શોમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ભાગદોડ મચી હતી અને ત્યારબાદ અલ્લૂ અર્જુનને થિયેટરની બહાર લઈ જવાયા હતા. ભાગદોડમાં એક મહિલાનું મોત થયું અને તેમનો દીકરો ઈજાગ્રસ્ત થઈ ગયો.
સીસીટીવી ફુટેજમાં દેખાઈ રહ્યાં છે કે, પોલીસ એક્ટરને થિયેટરની બહાર લઈ જઈ રહ્યા છે. એસીપી રમેશે મીડિયાને એ પણ જણાવ્યું કે, 'પોલીસે અર્જુનને ભાગદોડ અંગે ત્યારે જણાવાયું જ્યારે તેઓ સંધ્યા થિયેટરમાં ફિલ્મ જોઈ રહ્યા હતા.'
એસીપી રમેશે કહી આ વાત
એસીપી રમેશે વધુમાં કહ્યું કે, 'અલ્લૂ અર્જુનના મેનેજર સંતોષને સૌથી પહેલા મોત અંગે જણાવાયું, જ્યારે તેઓ થિયેટરમાં હતા. અમે તેમને એ પણ જણાવ્યું કે, સ્થિતિ નિયંત્રણની બહાર થઈ રહી છે અને એક યુવક હોસ્પિટલમાં દાખલ છે. પરંતુ સંતોષ અને અન્ય એક વ્યક્તિએ અમને એક્ટરને મળવા ન દિધા.'
અલ્લૂ અર્જુનના ઘર પર હુમલો
કેટલાક દેખાવકારોએ આજે (22 ડિસેમ્બર) અલ્લુ અર્જુનના ઘર બહાર હુમલો કર્યો છે. દેખાવકારોએ ગુસ્સામાં આવી સૂત્રોચ્ચાર કરી તેમના ઘરના બહીચામાં તોડફોડ કરી છે. એવું કહેવાય છે કે, દેખાવકારો પીડિત પરિવારને એક કરોડ રૂપિયાની સહાય આપવાની માંગ કરી રહ્યા છે.
અલ્લૂ અર્જુને ફેન્સને આપી સલાહ
સોશિયલ મીડિયા પર અલ્લુ અર્જુનના કેટલાક સાચા ફેન્સ તેના નામે ખુલ્લેઆમ પોસ્ટ કરી રહ્યા છે, તો બીજી તરફ ઘણા લોકો એક્ટરના ફેન્સ હોવાનો ઢોંગ કરી રહ્યા છે અને લોકો સાથે ગેરવર્તન કરી રહ્યા છે. આ અંગે અલ્લુ અર્જુને એક પોસ્ટ કરી અને લખ્યું, "હું મારા તમામ ફેન્સને વિનંતી કરું છું કે, તેઓ જવાબદારીપૂર્વક તેમની લાગણીઓ વ્યક્ત કરે, હંમેશની જેમ, કોઈપણ પ્રકારની અભદ્ર ભાષા કે વર્તનનો ઓનલાઈન અને ઓફલાઈન ઉપયોગ ન કરો." અલ્લુ અર્જુને પોતાના ફેન હોવાની આડમાં કાયદો હાથમાં ન લેવાની વાત કરી અને કડક ચેતવણી પણ આપી.
મુખ્યમંત્રીએ લગાવ્યા હતા આ આરોપ
આ પહેલા શનિવારે તેલંગાણાના મુખ્યમંત્રી એ.રેવંત રેડ્ડીએ આરોપ લગાવ્યા કે, 'પોલીસની મંજૂરી ન મળવા છતાં અલ્લૂ અર્જુન તે થિયેટરમાં પહોંચ્યા, જ્યાં ચાર ડિસેમ્બરે 'પુષ્પા 2' બતાવવામાં આવી રહી હતી.'
મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે, 'ભાગદોડમાં એક મહિલાના મોત બાદ પણ એક્ટર થિયેટરથી બહાર ન ગયા, જ્યારબાદ પોલીસે તેમને જબરદસ્તી બહાર કાઢવા પડ્યા.' રેડ્ડીએ રોડ શો યોજવા અને ભારે ભીડ છતા ભીડનું હાથ હલાવીને અભિવાદન કરવા માટે અલ્લૂ અર્જુનને દોષિત ઠેરવ્યા.
અકબરૂદ્દીન ઓવૈસીએ પણ લગાવ્યા હતા આરોપ
આ પણ વાંચો: કડક કાર્યવાહી કરાશે...: સોશિયલ મીડિયા પોસ્ટ મુદ્દે ભડક્યો અલ્લુ અર્જુન, ફેન્સને કરી અપીલ
એક્ટરે આરોપો ફગાવ્યા હતા
જો કે, એક્ટર અલ્લૂ અર્જુને તુરંત જ આરોપોને ફગાવ્યા હતા. અલ્લૂ અર્જુને કહ્યું હતું કે, 'આ સત્ય નથી. પોલીસ તેમના માટે રસ્તો બનાવી રહી હતી અને તેઓ તેમના નિર્દેશ હેઠળ કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા.' તેમણે કોઈના નામનો ઉલ્લેખ કર્યા વગર આરોપો ફગાવ્યા કે તેમણે (અલ્લૂ અર્જુન) ટોળા તરફ અભિવાદન કરતા રોડ શો કર્યો હતો.
મહિલાના મોતને એક દુર્ઘટના ગણાવતા તેમણે કહ્યું કે, 'તેઓ કોઈને દોષ નથી આપી રહ્યા, કારણ કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. જો મંજૂરી ન હોત તો અમને પરત ફરવા કહેવાયું હોત. હું કાયદાનું પાલન કરનારો નાગરિક છું. મેં તેનું પાલન કર્યું હોત. આ પ્રકારની કોઈ પણ માહિતી મને આપવામાં ન આવી. હું તેમના નિર્દેશનું પાલન કરી રહ્યો હતો અને આ રોડ શો ન હતો.'
અલ્લુ અર્જુને જેલમાં વિતાવવી પડી એક રાત
મહિલા મોત થવાના કેસમાં ચિક્કડપલ્લી પોલીસ 13 ડિસેમ્બરે અલ્લુ અર્જુનને તેના ઘરેથી કસ્ટડીમાં લીધો હતો. ત્યાર બાદ તેમને વચગાળાના જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. લગભગ 18 કલાક સુધી ચાલેલી કાર્યવાહી બાદ અલ્લુ અર્જુનને વચગાળાના જામીન મળી ગયા છે. જોકે જેલ પ્રશાસનને જામીનના કાગળો ન મળવાના કારણે અલ્લુ અર્જુને એક રાત જેલમાં વિતાવવી પડી હતી.